શોધખોળ કરો
Advertisement
અમેરિકામાં તોફાને ચડેલા ટોળાએ વ્હાઈટ હાઉસ બહાર આગ લગાડી દેતાં ટ્રમ્પને ચૂપચાપ બંકરમાં લઈ જવા પડ્યા, જાણો વિગત
પોલીસે જ્યારે અશ્વેત વ્યક્તિની ધરપકડ કરી હતી તે સમયનો વીડિયો વાયરલ થયો હતો.
વોશિંગ્ટનઃ અમેરિકામાં ગોરા પોલીસ ઓફિસરના હાથે થયેલી અશ્વેત અમેરિકન નાગરિકની હત્યાની સામેનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. રસ્તા પર ઉતરી આવેલા હજારો દેખાવકારોએ ભારે તોફાન મચાવતાં અમેરિકાના 25 જેટલા શહેરોમાં કર્ફ્યુ નાંખવો પડ્યો હતો.
અશ્વેત વ્યક્તિ જોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ભડકેલી હિંસાના પડઘા વ્હાઇટ હાઉસ સુધી પડ્યા છે. રવિવારે પથ્થરમારા બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સુરક્ષિત બંકરમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે જ્યારે અશ્વેત વ્યક્તિની ધરપકડ કરી હતી તે સમયનો વીડિયો વાયરલ થયો હતો. પોલીસ કસ્ટડીમાં તેના મોત બાદ મિનેપોલિસમાં હિંસા ભડકી હતી અને બાદમાં તે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી. વોશિંગ્ટનમાં મોટી માત્રામાં લોકો વ્હાઇટ હાઉસ બહાર એકઠા થઈને સૂત્રોચ્ચાર કરતા હતા. દેખાવકારોએ પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરીને પોલીસ પર ફેંકી હતી. પોલીસે દેખાવકારોને વિખેરવા ટિયર ગેસ છોડ્યા હતા. ઉપરાંત દેખાવકારોએ વ્હાઇટ હાઉસ નજીક શેવલેટ ગાડીમાં આગ લગાડી દીધી હતી. આ ગાડીનો પોલીસ અને સ્પેશિયલ સર્વિસના અધિકારીઓ ઉપયોગ કરે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હાલ દેશમાંથી 1400 દેખાવકારોની ધરપકડ કરવામાં આવી છે.Muriel Bowser, Washington DC Mayor announces curfew after protests near White House: AFP news agency
— ANI (@ANI) June 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
દેશ
દેશ
Advertisement