શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા! નેતન્યાહૂને આપી સીધી ધમકી; શું તૂટી જશે ઈરાન સાથેની ડીલ?

donald trump warns israel netanyahu: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર ફાઇનલ થવાની તૈયારીમાં છે, ત્યારે જ ઇઝરાયલે લેબનોન પર હુમલો કરતા 3 ના મોત, ટ્રમ્પે કહ્યું- "આ ઐતિહાસિક શાંતિને બગાડશો નહીં."

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇઝરાયેલે લેબનોનની રાજધાની બેરુત પર હવાઈ હુમલો કર્યો, ઇરાન રોષે ભરાયું.
  • આ હુમલામાં ત્રણ લોકોના મોત થયા, શાંતિ કરાર જોખમમાં મુકાયો.
  • ટ્રમ્પે ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂને હુમલા તાત્કાલિક બંધ કરવા ચેતવ્યા.
  • ટ્રમ્પે તમામ પક્ષોને શાંતિ પ્રક્રિયા બગાડ્યા વિના સંયમ રાખવા કહ્યું.

donald trump warns israel netanyahu: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક બહુ મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક શાંતિ કરાર ફાઇનલ થવાની તૈયારીમાં છે, બરાબર એ જ સમયે ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરુત પર જોરદાર હુમલો કરી દીધો છે. આ હુમલાથી ઈરાન ભડક્યું છે અને શાંતિ કરાર તૂટવાની અણી પર આવી ગયો છે. આ સ્થિતિ જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારે ગુસ્સે ભરાયા છે અને તેમણે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂને કડક શબ્દોમાં ચેતવણી આપતા આ હુમલા રોકવા માટે સીધું અલ્ટીમેટમ આપી દીધું છે.

બેરુતમાં ઇઝરાયલનો અચાનક હુમલો અને ઈરાનનો રોષ

રવિવારે સવારે ઇઝરાયલી સેનાએ અચાનક લેબનોનની રાજધાની બેરુતના દક્ષિણ વિસ્તારો (જેને દહિયા તરીકે ઓળખવામાં આવે છે) માં આવેલા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર સચોટ હવાઈ હુમલા કર્યા હતા. ઇઝરાયલી સેનાએ પોતે આ હુમલાની પુષ્ટિ કરી છે. આ હુમલામાં 3 લોકોના મોત થયા છે અને 15 જેટલા લોકો ઘાયલ થયા છે. જે સમયે અમેરિકા અને ઈરાન શાંતિ કરારની એકદમ નજીક પહોંચી ગયા છે, ત્યારે જ થયેલા આ હુમલાથી ઈરાનમાં ભારે રોષ ફેલાયો છે. એવું મનાઈ રહ્યું છે કે આ હુમલાના કારણે જ ઈરાને હજુ સુધી શાંતિ કરારને લીલી ઝંડી આપી નથી.

ડોનાલ્ડ ટ્રમ્પે આપી કડક ચેતવણી

આ આખી પરિસ્થિતિ પર ડોનાલ્ડ ટ્રમ્પે સીધી ઇઝરાયલને ધમકી આપતા કહ્યું છે કે, "આવા ખાસ દિવસે બેરુત પર હુમલો બિલકુલ નહોતો થવો જોઈતો. આપણે ઈરાન સાથે શાંતિ કરારની ખૂબ જ નજીક છીએ. ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ ઇઝરાયલે જે હુમલાનો બદલો લીધો છે તે હુમલો ખૂબ નાનો હતો અને તેમાં કોઈ ઈજા કે જાનહાનિ નહોતી થઈ. એટલે ઇઝરાયલે વળતો હુમલો કરીને આ મહત્વપૂર્ણ શાંતિ પ્રક્રિયામાં કોઈ અડચણ ઉભી ન કરવી જોઈએ."

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!

"શાંતિની આ શાનદાર શરૂઆતને બગાડશો નહીં"

ટ્રમ્પે બંને પક્ષોને અપીલ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "અમે એક એવા કરારની ખૂબ જ નજીક છીએ જે લેબનોન સહિત આખા મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા લાવશે. હવે તમામ પક્ષોએ એક ડગલું પાછળ હટવું જોઈએ. ઇઝરાયલે લેબનોનમાં ક્યાંય પણ હુમલો ન કરવો જોઈએ અને સામે હિઝબુલ્લાહ કે અન્ય કોઈ પક્ષે પણ ઇઝરાયલ પર હુમલા ન કરવા જોઈએ. આ એક લાંબી અને ભવ્ય શાંતિની શરૂઆત બની શકે છે, મહેરબાની કરીને તેને બગાડશો નહીં."

આ પણ વાંચોઃ અમેરિકા-ઈરાન વચ્ચે 24 કલાકમાં ડીલ ફાઇનલ થશે: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફનો મોટો દાવો

Frequently Asked Questions

ડોનાલ્ડ ટ્રમ્પ શા માટે ગુસ્સે ભરાયા છે?

ઇઝરાયલે લેબનોનની રાજધાની બેરુત પર હુમલો કર્યો છે. આ હુમલો અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારની નજીક હોવા છતાં થયો છે, જેના કારણે ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે.

ઇઝરાયલે બેરુતમાં ક્યાં હુમલો કર્યો હતો અને તેની અસર શું થઈ?

ઇઝરાયલી સેનાએ બેરુતના દક્ષિણ વિસ્તારો (દહિયા) માં આવેલા હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલામાં 3 લોકોના મોત થયા અને 15 ઘાયલ થયા.

ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને શું ચેતવણી આપી?

ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે આવા દિવસે બેરુત પર હુમલો ન કરવો જોઈતો હતો, કારણ કે તેઓ ઈરાન સાથે શાંતિ કરારની નજીક છે. તેમણે ઇઝરાયલને શાંતિ પ્રક્રિયામાં અડચણ ઉભી ન કરવા કહ્યું.

અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારની વર્તમાન સ્થિતિ શું છે?

અમેરિકા અને ઈરાન એક ઐતિહાસિક શાંતિ કરાર ફાઇનલ થવાની તૈયારીમાં છે. જોકે, ઇઝરાયલના હુમલાને કારણે ઈરાન ભડક્યું છે અને કરાર તૂટવાની અણી પર આવી ગયો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
Advertisement

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget