શોધખોળ કરો
Advertisement
મિસાઇલ હુમલા બાદ અમેરિકાએ ઇરાન પર કરી મોટી કાર્યવાહી, લગાવ્યા નવા આર્થિક પ્રતિબંધ
નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવાની સાથે જ મંગળવારે થયેલા મિસાઇલ હુમલામાં સામેલ ઇરાનને નુકસાન થશે.
ન્યૂયોર્કઃ તણાવ વચ્ચે અમેરિકાએ ઇરાન પર નવા આર્થિક પ્રતિબંધો લગાવવાનો નિર્ણય લીધો છે. ટ્રમ્પ સરકારે ઇરાક સ્થિત પોતાના આર્મી બેઝ પર ઇરાનના મિસાઇલ હુમલાને જોતા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયો અને નાણામંત્રી સ્ટીવન ન્યૂચિને કહ્યું કે, નવા પ્રતિબંધોથી મધ્યપૂર્વમાં અસ્થિરતા ફેલાવવાની સાથે જ મંગળવારે થયેલા મિસાઇલ હુમલામાં સામેલ ઇરાનને નુકસાન થશે.
વાસ્તવમાં અમેરિકન ડ્રોન હુમલામાં પોતાના સૌથી શક્તિશાળી કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ ઇરાને ઇરાકમાં આવેલા અમેરિકાના આર્મી બેઝ પર મિસાઇલ હુમલો કર્યો હતો. ન્યૂચિને કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇરાની ટેક્સટાઇલ, નિર્માણ, મૈન્યૂફ્રેક્ચરિંગ અને ખનન ક્ષેત્રોમાં જોડાયેલા લોકો પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે.
નાણામંત્રીએ કહ્યુ કે, તેનું પરિણામ એ રહેશે કે અમે ઇરાન સરકારને મળનારી કરોડો ડોલરની સહાયતા પર રોક લગાવી દઇશું. મિસાઇલ હુમલાના બદલામાં અમેરિકાએ આર્થિક રીતે સજા આપવાનો નિર્ણય લીધો છે. આ પ્રતિબંધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇરાન સરકાર પોતાના વ્યવહારમાં ફેરફાર નહી કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement