શોધખોળ કરો
Advertisement
ન્યુઝિલેન્ડની સંસદમાં ભારતીય મુળના ડૌ ગૌરવ શર્માએ સંસ્કૃતમાં લીધા શપથ
ન્યૂઝિલેન્ડની સંસદમાં એક ભારતીય મૂળના ડૉક્ટર ગૌરવ શર્માએ દેશની સંસદમાં બુધવારે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
મેલબર્ન: ન્યૂઝિલેન્ડની સંસદમાં એક ભારતીય મૂળના ડૉક્ટર ગૌરવ શર્માએ દેશની સંસદમાં બુધવારે સંસ્કૃતમાં શપથ લીધા હતા. ગૌરવ મૂળ હિમાચલ પ્રદેશના હમીરપુરના છે. હાલમાં જ તેઓ ન્યૂઝિલેન્ડના હેમિલ્ટન વેસ્ટથી લેબર પાર્ટીના સાંસદ ચૂંટાયા છે.
ન્યૂઝિલેન્ડ અને સમોઆમાં ભારતના હાઈકમિશ્નર મુક્તેશ પરદેશીએ ટ્વીટર પર કહ્યું કે, શર્માએ ભારત અને ન્યૂઝિલેન્ડની સાંસ્કૃતિક પરંપરાઓ પ્રત્યે ઊંડું સમ્માન વ્યક્ત કરતા પહેલાં ન્યૂઝિલેન્ડની ભાષા માઓરીમાં શપથ લીધા અને બાદમાં તેમણે સંસ્કૃતમાં શપથ લીધા હતા.
ગૌરવે ઓકલેન્ડથી MBBS કર્યું છે અને વોશિંગ્ટનથી MBAની ડિગ્રી મેળવી છે. તેઓ હેમિલ્ટનના નોટનમાં જનરલ પ્રેક્ટિશનર તરીકે કામ કરે છે. તેમણે ન્યૂઝિલેન્ડ, સ્પેન, અમેરીકા, નેપાળ, વિયતનામ, મંગોલિયા, સ્વિત્ઝરલેન્ડ અને ભારતમાં લોક સ્વાસ્થ્ય અને નીતિ નિર્ધારણના ક્ષેત્રમાં કામ કર્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion