UAEમાં યમનના હૂતી વિદ્રોહીઓએ એરપોર્ટ પર કર્યો મોટો હુમલો, બે ભારતીય સહિત 3ના મોત
ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે.
Drone Attack At Abu Dhabi International Airport: સંયુક્ત રાષ્ટ્ર અમીરાત (UAE)માં હુમલાના સમાચાર સામે આવ્યા છે. યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ સાઉદી અરબ બાદ હવે યુએઇ પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ અનુસાર, અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા. દુબઇના અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જેમા બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડ્રૉન્સ દ્વારા કરવામાં આવ્યો છે.
ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. યુએઇના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર આ બ્લાસ્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના પેટ્રૉલ લઇ જઇ રહેલા ટેન્કરોમાં થયા છે. શરૂઆતી તપાસમા સામે આવ્યુ છે કે ટેન્કરોમાં આગ લાગવાના ઠીક પહેલા આકાશમાં ડ્રૉન જેવી આકૃતિઓ દેખાઇ હતી. જો કે બે અલગ અલગ વિસ્તારોમાં પડી હતી.
#BREAKING: Yemen's Iran-backed Houthis Suicide-drone attack on targets in the UAE, 3 tankers carrying fuel explode in Abu Dhabi industrial area and a fire at the airport reported
— Amichai Stein (@AmichaiStein1) January 17, 2022
હૂતી આતંકીઓના ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટ પરના 3 ઓઈલ ટેન્કર બળીને ખાખ થયા છે તથા કન્ટ્રક્શન સાઈટ તબાહ થઈ છે તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ ખબર છે.
આ પણ વાંચો---
Coronavirus New Cases: છેલ્લા 24 કલાકમાં 2 લાખ 58 હજાર કોરોના કેસ આવ્યા, ઓમિક્રોન કેસ 8 હજારને પાર
NEET PG 2022 નું રજીસ્ટ્રેશન શરૂ, પરીક્ષાનું સમયપત્રક જાણવા અહીં ક્લિક કરો