શોધખોળ કરો
Advertisement
રોજ રાતે પરિવારના એઠાં વાસણો કરું છું સાફ: દુનિયા સૌથી ધનિક વ્યક્તિનો ખુલાસો
એક ખાનગી મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે, તેઓ છેલ્લા 25 વર્ષથી તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે રાત્રે જમ્યા બાદ એઠાં વાસણો સાફ કરે છે.
તાજેતરમાં દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાંથી એક બિલ ગેટ્સે એક મોટો ખુલાસો કર્યો છે કે, તેઓ રોજ રાત્રે તેમના પરિવારના એઠાં વાસણોની સફાઈ કરે છે. પત્ની પણ આ કામમાં તેમનો સાથ આપે છે. હેરાન કરનારી વાત એ છે કે, તેમણે ક્યારે પોતાના નોકરોથી રાત્રે એઠાં અને ગંદા વાસણો સાફ કરાવ્યા નથી તેવું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે.
એક ખાનગી મીડિયાને આપેલ ઈન્ટરવ્યૂમાં બિલ ગેટ્સે ચોંકવનારો ખુલાસો કર્યો હતો કે, તેઓ છેલ્લા 25 વર્ષથી તેમની પત્ની મેલિન્ડા ગેટ્સ સાથે રાત્રે જમ્યા બાદ એઠાં વાસણો સાફ કરે છે. મેલિંડા ગેટ્સ મુજબ રાત્રે વાસણ ધોવાનું એક કારણ એ પણ છે કે, આ દરમિયાન દંપતીને એક-બીજા સાથે વાતચીત કરવા સમય મળે છે.
બિલ ગેટ્સનું કહેવું છે કે, પરિવારના એઠાં વાસણો ધોવામાં લગભગ 15-20 મીનિટનો સમય લાગે છે. આ દરમિયાન તેઓ પોતાની પત્ની સાથે મજાક-મસ્તી અને વાતો પણ કરવાનું પસંદ કરે છે. બિલ ગેટ્સ દુનિયાના સૌથી ધનવાન લોકોમાં સામેલ છે. માઈક્રોસોફ્ટના સ્થાપક રહી ચૂકેલા બિલ ગેટ્સની કુલ મિલકત લગભગ 89.9 બિલિયન ડોલર બતાવવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement