Fire : મેક્સિકોના ડિટેંશન સેક્ટરમાં ભયાનક આગ, 39 લોકો જીવતા ભડથું
અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક મોટી જીવલેણ ઘટના બની છે. અહીં ટેક્સાસના અલ પાસો નજીક સિઉદાદ જુઆરેઝમાં ડિટેંશન સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી.
Fire in Mexico Detention Centre: અમેરિકાના પડોશી દેશ મેક્સિકોમાં એક મોટી જીવલેણ ઘટના બની છે. અહીં ટેક્સાસના અલ પાસો નજીક સિઉદાદ જુઆરેઝમાં ડિટેંશન સેન્ટરમાં આગ ફાટી નીકળી હતી. જેમાં 39 લોકો દાઝી ગયા હતા મૃત્યુ પામ્યા હતાં. પરપ્રાંતીયોને અહીં કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. આગના કારણે પરિસરમાં નાસભાગ મચી જવા પામી હતી. માત્ર ગણતરીના જ કલાકોમાં આ લોકો મોતને ભેટ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, મેક્સિકો અમેરિકાના દક્ષિણમાં સ્થિત છે. આ બંને દેશો વચ્ચે હજારો કિલોમીટરની સરહદ આવેલી છે. મેક્સિકોથી અમેરિકામાં છૂપાયેલા લોકોને સામાન્ય રીતે સરહદ નજીકના ઇમિગ્રેશન અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવે છે. અલ જઝીરાના અહેવાલ પ્રમાણે, ટેક્સાસમાં અલ પાસોથી સરહદ પાર સોમવારે મોડી રાત્રે મેક્સિકોના સિઉદાદ જુઆરેઝમાં એક અટકાયત સુવિધામાં આગ ફાટી નીકળી હતી. જેમાં ઘણા લોકો જીવતા સળગી ભડથું થઈ ગયા હતા.
મધરાતે આગ મચાવ્યું તાંડવ
ઘટના બાદ જે તસવીરો સામે આવી છે તેમાં કેટલીક વાન અડધા બળી ગયેલા અને સંપૂર્ણ રીતે દાઝી ગયેલા લોકોને લઈ જતી જોવા મળી રહી છે. એક તરફ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમો પીડિતોને બચાવવામાં લાગેલી છે તો બીજી તરફ મૃતકોના મૃતદેહને એકત્ર કરવામાં આવી રહ્યા છે. મોડી રાત સુધી અનેક મૃતદેહોને મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આગમાં દાઝી ગયેલા કેટલાક લોકોની હાલત હજુ પણ ગંભીર છે. તેથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. સારવારમાં મદદ માટે અમેરિકન ડોક્ટરોની ટીમ પણ પહોંચી ગઈ હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે મોડી રાત્રે લગભગ 71 સ્થળાંતર કરનારાઓને કેન્દ્રમાં લાવવામાં આવ્યા બાદ તરત જ આ ઘટના બની હતી. આ ઘટનામાં મોટાભાગના મૃતકો વેનેઝુએલાના છે.
જાહેર છે કે, જ્યારે મેક્સિકોમાં રાત હોય છે ત્યારે ભારત અને તેના પડોશી દેશોમાં દિવસ હોય છે.
Russia America Crisis: રશિયા અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, ડ્રૉન દૂર્ઘટના બાદ અમેરિકાની ચેતાવણી, 'પુતિન પોતાના નાટકો બંધ કરે નહીં તો.....'
રશિયા અને અમેરિકાની વચ્ચે એકવાર ફરીથી તણાવ વધતો દેખાઇ રહ્યો છે. મંગળવારે (14 માર્ચે) કાલા સાગરમાં અમેરિકાના એમક્યૂ-9 રીપર સર્વિલાન્સ ડ્રૉનને ક્રેશ કરવાના મામલામાં અમેરિકાએ રશિયાને ખુલ્લી ચેતાવણી આપી દીધી છે.
અમેરિકન સીનેટ ચક શૂમરે મંગળવારે એક કાર્યક્રમનું ઉદઘાટન કરતાં કહ્યું - હું રશિયન રાષ્ટ્રપતિ પુતિને કહેવા માંગુ છું કે, આ પહેલા તમે બન્ને દેશોની વચ્ચે અનપેક્ષિત તણાવની વધારાનું કારણ બને, તે પોતાના આ વ્યવહારને બંધ કરી દો.