શોધખોળ કરો
Advertisement

સાઉથ આફ્રિકામાં ગુજરાતી યુવક પર થયું ફાયરિંગ, સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ
બ્લેક કલરની કારમાંથી બે લૂંટારું ગન સાથે ઉતરે છે અને રસ્તા પર પડેલી એક કાર તરફ દોડીને જાય છે અને પછી જાહેરમાં ફાયરિંગ કરે છે.

ભરૂચઃ સાઉથ આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી યુવક પર લૂંટના ઇરાદે ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો લૂંટારુઓએ કાર પાસે ઘસી આવી ફાયરિંગ કરી લૂંટ ચલાવી હતી. લૂંટમાં થયેલ ગોળીબારમાં મૂળ ભરૂચના વતની એક વ્યક્તિ ઘાયલ થયાનું અનુમાન છે. સમગ્ર ઘટનાક્રમ અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે.
સીસીટીવમાં દેખાય છે કે, બ્લેક કલરની કારમાંથી બે લૂંટારું ગન સાથે ઉતરે છે અને રસ્તા પર પડેલી એક કાર તરફ દોડીને જાય છે અને પછી જાહેરમાં ફાયરિંગ કરે છે. તેમજ કારમાં બેઠેલી વ્યક્તિને પણ ગોળી મારે છે. જેમાં યુવકના હાથના ભાગે ગોળી વાગી હોય, તેવું લાગી રહ્યું છે કે, કારણ કે, સીસીટીવીમાં અન્ય વ્યક્તિ કાપડનો પટ્ટો આપે છે, જે હાથે બાંધતા દેખાય છે.
લૂંટારાએ જાહેરમાં ફાયરિંગ કરતા અફરા-તફરી મચી ગઈ હતી. જોકે, આ પછી અન્ય લોકો યુવકને કારમાં બેસાડીને લઈ ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
દેશ
Advertisement
