શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો કહેરઃ ફ્રાન્સમાં પણ હવે 11 મે સુધી લૉકડાઉન વધારાયુ, જાણો વિગતે
કોરોના વાયરસે ફ્રાન્સમાં કેર વર્તાવ્યો છે, ફ્રાન્સમાં અત્યાર સુધી કુલ 136,779 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને 14,967 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે
નવી દિલ્હીઃ દુનિયાભરમાં મહામારીનો પ્રકોપ એટલો બધો વધી ગયો છે કે હવે મહાસતાઓ પણ કંટાળી ગઇ છે. રિપોર્ટ છે કે, ફ્રાન્સની સરકારે પણ હવે કોરોનાને રોકવા માટે દેશમાં લૉકડાઉનની સમયમર્યાદા વધારી દીધી છે. ફ્રાન્સ હવે 11 મે સુધી લૉકડાઉન ચાલુ રહેશે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોએ ટ્વીટર પર આ વાતની માહિતી આપી છે, તેમને લખ્યું- કોરોના વાયરસ ઉપરાંત બીજી ગંભીર બિમારી સામે ઝઝૂમી રહેલા લોકો હૉસ્પીટલ જઇ શકશે, અને ડૉક્ટરોથી સારવાર કરાવી શકશે. તેમને લખ્યું 11 મેથી ધીમે ધીમે સ્કૂલ ખોલવામાં આવશે.
કોરોના વાયરસે ફ્રાન્સમાં કેર વર્તાવ્યો છે, ફ્રાન્સમાં અત્યાર સુધી કુલ 136,779 લોકો કોરોનાથી સંક્રમિત છે, અને 14,967 લોકોના મૃત્યુ થઇ ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, હાલ દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 18 લાખને પાર થઇ ગઇ છે. અને 1,19,413 લોકોના મોત થઇ ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion