શોધખોળ કરો
Advertisement
Pfizerની રસીને લઈને ખરાબ સમાચાર, મુખ્ય સાઇન્ટિફિક એડવાઈઝરે કહ્યું- એલર્જિક રિએક્શન ધારણાં કરતાં વધારે....
અત્યાર સુધી સામે આવેલ આ રસીના એલર્જિક રિએક્શનમાં ફોલ્લીઓ પડવી, બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થવું, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ઝડપથી વધવા જેવી સમસ્યા થાય છે.
કોરોનાએ વિશ્વના જે દેશોને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે તેમાં અમેરિકા ટોચ પર છે. જ્યાં અત્યાર સુધીમાં 3 લાખથી વધારે લોકોના મોત થયા છે. પરંતુ અમેરિકાની કંપની pfizerએ કોરોના રસી તૈયાર કરી લીધી છે. બુધવારે અમેરિકાએ તેના 100 મિલિયન ડોઝની ડીલ કરી હતી. ત્યારે અહેવાલ સામે આવ્યા હતા કે ફાઈઝરની કોરોના રસીનું એલર્જિક રિએક્શન ધારણા કરતાં ઘણું વધારે છે.
8 લોકો પર રસીનું એલર્જિક રિએક્શન
ઓપરેસન વાપ્ર સ્પીડના મુખ્ય સાન્ટિફિક એડવાઈઝર ડો. મનોસેફ સલાઈએ કહ્યું કે, ફાઈઝરની કોરોના રસીનું એલર્જિક રિએક્શન ધારણાં કરતાં ઘણું વધારે છે. જે 8 લોકો પર આ રસીનું એલર્જિક રિએક્શન આવ્યું છે તેમાંથી 6 અમેરિકાના છે.
ડો. મોનસેફ સલાઇનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે તેના એક દિવસ પહેલા જ અમેરિકાએ ફાઈઝર કંપનીની સાથે કોરોના રસી માટે 100 મિલિયન ડોઝની ડીલ કરી છે.
રસી માટે એડવાઈઝરી બહાર પાડી
યૂકેની સ્વાસ્થ્ય નિયામક એજન્સી ‘એમએચઆરએ’એ આ વિશે પહેલા જ એડવાઈઝરી બહાર પીડી દીધી હતી. તેમણે કહ્યું કે, જે લોકોને એલર્જી સંબંધિત કોઈપણ પ્રકારની સમસ્યા છે, તે આ રસી ન લે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન એટલે કે FDAએ પણ ફાઇઝરની રસી માટે આ અડવાઈઝરી બહાર પાડી છે.
અત્યાર સુધી સામે આવેલ આ રસીના એલર્જિક રિએક્શનમાં ફોલ્લીઓ પડવી, બ્લડ પ્રેશર ઝડપથી ઓછું થવું, શ્વાસ લેવામાં તકલીફ અને હૃદયના ધબકારા ઝડપથી વધવા જેવી સમસ્યા થાય છે. આ બધા પાછળ રસીમાં રહેલ કમ્પાઉન્ડ પોલિથિલીન ગ્લાઈકોલ હોવાનું કહેવાય છે. જે રસીના પેકેજિંગમાં મુખ્ય રીતે સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement