Germany: જર્મનીના નાણામંત્રીનો દાવો- G-7 દેશ યુક્રેનની રક્ષા માટે 18 અબજ અમેરિકન ડોલરની સહાય આપશે
યુએસ ટ્રેઝરીના એક પ્રતિનિધિએ જર્મનીમાં G-7ના નાણામંત્રીઓની બેઠકમાં ફાળવવામાં આવનારી રકમની પુષ્ટી કરવાનો ઇનકાર કર્યો હતો.
જર્મનીના નાણાપ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનરે જણાવ્યું હતું કે G-7 દેશોએ યુક્રેનના સંરક્ષણ પ્રયાસો માટે 18 અબજ અમેરિકન ડોલરથી વધુની આર્થિક સહાયતા કરવા માટે સહમત થયા છે. નાણા પ્રધાને શુક્રવારે બ્લૂમબર્ગ ટેલિવિઝન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે રશિયાના આક્રમણનો વિરોધ કરી રહેલા યુક્રેનના લોકો માત્ર પોતાનો બચાવ નથી કરી રહ્યા, પરંતુ તેઓ આપણા મૂલ્યોનું રક્ષણ કરી રહ્યા છે.
યુએસ ટ્રેઝરીના એક પ્રતિનિધિએ જર્મનીમાં G-7ના નાણામંત્રીઓની બેઠકમાં ફાળવવામાં આવનારી રકમની પુષ્ટી કરવાનો ઇનકાર કર્યો હતો. જર્મન નાણા મંત્રાલયના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી એસોસિએટેડ પ્રેસને નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો. અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેન અને અન્ય નેતાઓએ યુક્રેનને રશિયન આક્રમણનો સામનો કરવામાં મદદ કરવા માટે નોંધપાત્ર વધારાની સહાયની હાકલ કરી હતી.
તાજેતરમાં જ રશિયાના સંરક્ષણ મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું કે યુક્રેનિયન બંદર શહેર મારિયુપોલના અઝોવસ્ટલ સ્ટીલ પ્લાન્ટમાં છૂપાયેલા 959 યુક્રેનિયન સૈનિકોએ આ અઠવાડિયે આત્મસમર્પણ કર્યું છે. મંત્રાલયે કહ્યું, "છેલ્લા 24 કલાકમાં 694 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 29 ઘાયલ છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 16 મેથી અત્યાર સુધીમાં કુલ 959 ઉગ્રવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં 80 ઘાયલ થયા છે. મંત્રાલયે કહ્યું હતું કે મેડિકલ સારવારની જરૂર હોય તેવા ઉગ્રવાદીઓને રશિયન નિયંત્રણ હેઠળના શહેર નોવોઆઝોવસ્કની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. બીજી તરફ યુક્રેન આત્મસમર્પણ કરનારા યુક્રેનના સૈનકોની આદાન પ્રદાન કરવાની આશા રાખી રહ્યું છે પરંતુ રશિયાએ આ મામલે હજુ સુધી કોઇ પુષ્ટી કરી નથી.
IPLની આ સિઝનમાં ફાક ડુ પ્લેસીસ દમદાર કેપ્ટન સાબિત થયો, જાણો કોણ કોણ છે ટૉપ પર........
Post Office: પોસ્ટ ઓફિસ ખાતાધારકો માટે સારા સમાચાર, NEFT સેવા શરૂ, ટૂંક સમયમાં જ મળશે RTGS સુવિધા
એસટી બસમાં રાત્રે મુસાફરી કરતી એકલી મહિલાઓ માટે લાલબત્તિ સમાન કિસ્સો, આ જગ્યાએ ચાલુ બસે ડ્રાઈવરે...