યૂક્રેનની મદદે આવ્યો વધુ એક દેશ, રશિયા સામે લડવા યૂક્રેનના આપશે આ ખતરનાક હથિયાર, જાણો વિગતે
રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે, ગુરુવારે રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો હતો, યૂક્રેન પરના રશિયાના હૂમલાનો દુનિયાભરના દેશો નિંદા કરી રહ્યાં છે,
નવી દિલ્હીઃ રશિયા અને યૂક્રેનની વચ્ચે યુદ્ધનો આજે ચોથો દિવસ છે, ગુરુવારે રશિયાએ યૂક્રેન પર હુમલો કરી દીધો હતો, યૂક્રેન પરના રશિયાના હૂમલાનો દુનિયાભરના દેશો નિંદા કરી રહ્યાં છે, અને યૂક્રેન પરના હુમલાને તાત્કાલિક રોકવા અપીલ કરી રહ્યાં છે, પરંતુ રશિયા માનવા તૈયાર નથી. ત્યારે આ બધાની વચ્ચે જર્મની સરકારે યૂક્રેનને મદદ કરવાની તૈયારી બાતવી છે. જર્મની મદદ માટે આગળ આવ્યુ છે અને યૂક્રેનને ટેન્ક વિરોધી હથિયાર મોકલવાની મંજૂરી આપી દીધી છે, એટલુ જ નહીં જર્મનીએ રશિયા માટે ‘સ્વિફ્ટ’ બેન્કિંગ સિસ્ટમ પર કેટલાક પ્રતિબંધોનુ સમર્થન કર્યુ છે.
જર્મન આર્થિક અને જલવાયુ મંત્રાલયે શનિવારે સાંજે એક નિવેદનમાં કહ્યું કે નેધરલેન્ડને જર્મનીમાં બનાવેલી 400 ટેન્ક રોંધી હથિયારોને યૂક્રેન મોકલવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે. જર્મન ચાન્સેલર ઓલાક શૉલ્ત્સે કહ્યું કે યૂક્રેન પર રશિયાના હુમલો એક મુખ્ય ઘટના છે. આનાથી અમારી યુદ્ધ ઉપરાંત વ્યવસ્થાને ખતરો છે.
રશિયા સામે લડવા માટે યૂક્રેનની મદદ કરો-
તેમને કહ્યું કે આ સ્થિતિમાં અમારી જવાબદારી છે કે આપણે વ્લાદિમીર પુતિનની આક્રમક સેના સામે લડવા માટે યૂક્રેનની મદદ કરીએ. આ બધાની વચ્ચે જર્મની ઉપરાંત અન્ય કેટલાય દેશો યૂક્રેનની મદદ કરી રહ્યાં છે, અમેરિકા, બ્રિટન સહિત 28 દેશોએ યૂક્રેનને મેડિકલ સપ્લાયની સાથે સૈન્ય સહાયતા આપવામાં પર સહમતિ દર્શાવી છે.
આ પણ વાંચો..........
ગૂગલે પોતાની કઇ મોટી સર્વિસ રશિયા માટે બંધ કરી દીધી, રશિયાને આનાથી શું થશે મોટુ નુકશાન, જાણો
GAIL India કરશે એક્ઝિક્યુટિવ ટ્રેઈનીની ભરતી, જલદી કરો અરજી
JRHMS Recruitment 2022: મેડિકલ વિભાગમાં નીકળી 1141 પદ પર વેકેન્સી, મળશે સારો પગાર