(Source: ECI/ABP News/ABP Majha)
ભારતીયો માટે મોટા સમાચારઃ અમેરિકામાં ફી ભરીને મેળવી શકાશે ગ્રીન કાર્ડ અને સિટિઝનશીપ, જાણો વિગત
આ ફી બાકીની પ્રોસેસિંગ ફીથી અલગ હશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ ફી અલગથી ચૂકવવી પડશે અને પ્રક્રિયા ખર્ચ અલગ હશે.
ઘણા વર્ષોથી અમેરિકી નાગરિકત્વ મેળવવાનું સપનું જોઈ રહેલા લોકો માટે કેટલાક રાહતના સમાચાર છે. અમેરિકી સંસદ એક બિલ પર વિચાર કરી રહી છે જેમાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લોકો નિશ્ચિત ફી અને અમુક શરતો પૂરી કર્યા બાદ નાગરિકત્વ મેળવી શકશે.
જો કે, બિલ હજુ પણ તેના પ્રારંભિક તબક્કામાં છે. આ પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે. આ બિલ સમાધાન પેકેજનો એક ભાગ છે જે પ્રતિનિધિ સભામાં રજૂ કરવામાં આવ્યો છે.
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સની ન્યાયિક સમિતિ દ્વારા બિલ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સમિતિ દ્વારા જારી કરાયેલા લેખિત નિવેદન અનુસાર, ગ્રીન કાર્ડ માટે અરજદારે $ 5000ની પૂરક ફી ચૂકવવી પડશે.
જો કોઈ અમેરિકી નાગરિક ઈમિગ્રન્ટને સ્પોન્સર કરે છે, તો આ સંજોગોમાં ફી અડધી થઈ જશે, એટલે કે 2500 ડોલર. જો અરજદારની પ્રાથમિકતાની તારીખ બે વર્ષથી વધુ હોય, તો આ ફી $ 1500 હશે.
રિપોર્ટ અનુસાર, આ ફી બાકીની પ્રોસેસિંગ ફીથી અલગ હશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ ફી અલગથી ચૂકવવી પડશે અને પ્રક્રિયા ખર્ચ અલગ હશે.
જો આ બિલ પાસ થઈ જાય, તો તે લોકો જે ખૂબ નાની ઉંમરે અમેરિકા આવ્યા હતા અને જેમની પાસે ઈમિગ્રેશન દસ્તાવેજો નથી તેમને પણ ફાયદો થશે. કૃષિ અથવા કોવિડ દરમિયાન આવશ્યક સેવાઓમાં કામ કરતા લોકો પણ આનો લાભ લઈ શકશે.
અત્યારે માત્ર ન્યાયિક સમિતિ જ તેના પર વિચાર કરી રહી છે. ત્યારબાદ આ અંગે બંને ગૃહોમાં લાંબી ચર્ચા થશે. ઘણી દરખાસ્તો આવશે અને પછી આ ચર્ચા થશે. જો આ બધું સમાધાન થઈ જાય, તો રાષ્ટ્રપતિ અંતિમ નિર્ણય લેશે. તેમની સહી બાદ જ બિલ કાયદો બનશે.
ગ્રીનકાર્ડને લઈને અમેરિકાની સરકારનું વલણ બદલાતું રહે છે. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં તો વર્ક વિઝા જ મુશ્કેલ થઈ ગયા હતા. ટ્રમ્પનું કહેવું હતું કે કંપનીઓની પહેલી પ્રાથમિકતા અમેરિકી નાગરિકોને નોકરી આપવી હોવી જોઈએ. જો બાઇડને એનો વિરોધ કર્યો હતો અને સુધારાઓનો વાયદો કર્યો હતો. જોકે આ મુદ્દે તેમને પણ હજુ સુધી કોઈ સફળતા મળી નથી.