શોધખોળ કરો

અમેરિકામાં ગન કલ્ચરે ફરી એકવાર હાહાકાર મચાવ્યો, અંધાધૂંધ ગોળીબારમાં પોલીસકર્મી સહિત પાંચ લોકોના મોત

અમેરિકન એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હુમલાખોર અચાનક ભીડભાડવાળા વિસ્તારમાં આવ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું.

America Shooting: અમેરિકામાં ફરી એકવાર હથિયારોનો કહેર જોવા મળ્યો છે. અહીં નોર્થ કેરોલિનામાં અંધાધૂંધ ગોળીબાર થયો છે. જેમાં પાંચ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. તેમજ એક પોલીસકર્મીના મોતની માહિતી મળી રહી છે. ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ સાથે હુમલાખોર પણ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. હાલમાં પોલીસે લોકોને ઘરની બહાર ન નીકળવાની સૂચના આપી છે.

અમેરિકન એજન્સીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે હુમલાખોર અચાનક ભીડભાડવાળા વિસ્તારમાં આવ્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જે પણ સામે દેખાય તેને ગોળી મારવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન પાંચ લોકોના મોત થયા છે અને કેટલાક ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તે જ સમયે હુમલાખોરની એક ગોળી ત્યાં હાજર પોલીસકર્મીને પણ વાગી હતી, જેનું થોડા સમય બાદ મોત થયું હતું. હાલ હુમલાખોરની પૂછપરછ કરવામાં આવી રહી છે.

અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ સતત કહેર વર્તાવી રહી છે

અમેરિકામાં બંદૂક સંસ્કૃતિ સતત કહેર વર્કતાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે, જેમાં ઘણા બાળકોનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં શાળાના બાળકોને ફરીથી નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ઓકલેન્ડમાં સ્કૂલ કેમ્પસમાં ભીષણ ગોળીબાર થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ પહેલા પણ એક શાળામાં ગોળીબારમાં 17 બાળકોના મોત થયા હતા. હાલમાં જ જાહેર થયેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે આ વર્ષે અમેરિકામાં 96 લોકો માર્યા ગયા છે, જેમાં મોટાભાગે ગોળીબારની ઘટનાઓ સામેલ છે. આ મૃત્યુમાં ઘણા બાળકો પણ સામેલ છે.

બંદૂક માટે કોઈ લાયસન્સની જરૂર નથી

બંદૂક સંસ્કૃતિ અમેરિકામાં તેની સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અમેરિકામાં બંદૂકની દુકાનો ભારતમાં મોબાઈલ સ્ટોર જેવી જ છે. અન્ય સામાનની જેમ, સામાન્ય અમેરિકન નાગરિકો તેને કોઈપણ કાયદાકીય મુશ્કેલી વિના ખરીદી શકે છે. તે કોઈપણ કાયદાકીય ડર વગર તેને પોતાના ઘરમાં રાખી શકે છે. ભારતથી વિપરીત, યુ.એસ.માં બંદૂક માટે લાયસન્સની જરૂર નથી. તેમણે કહ્યું કે અમેરિકામાં ગન લોબી પણ આ સંસ્કૃતિના અસ્તિત્વનું મુખ્ય કારણ છે. નેશનલ રાઇફલ એસોસિએશન અમેરિકામાં સૌથી શક્તિશાળી બંદૂક લોબી છે. આ લોબીસ્ટ સંસદના સભ્યોને પ્રભાવિત કરવા માટે ઘણા પૈસા ખર્ચે છે. લોબી બંદૂક સંસ્કૃતિને સમાપ્ત કરવા માટે સૂચિત બીજા બંધારણીય સુધારામાં ફેરફારોનો વિરોધ કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget