શોધખોળ કરો

Hamas: હમાસે કર્યો ઇઝરાયલ પર મોટો હુમલો, ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ ફેલ

એક રોકેટ અશ્કલોન પર પડ્યું હતું જેમાં એક 30 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયો અને તેને સારવાર માટે શહેરની બારજિલાઇન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો

ગાઝાના ઉગ્રવાદી સંગઠન હમાસે છેલ્લા ઘણા મહિનાઓ પછી ઇઝરાયલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. રવિવારે રાત્રે હમાસે દક્ષિણ ઇઝરાયલ પર 10 રોકેટ છોડ્યા હતા. ઇઝરાયલી એર ડિફેન્સ સિસ્ટમ (IDF) દસમાંથી માત્ર 5 રોકેટને અટકાવવામાં સફળ રહ્યું હતું. બાકીના પાંચ રોકેટ ઇઝરાયલની અંદર પડ્યા હતા જેના કારણે નુકસાન થયું હતું. એક રોકેટ અશ્કલોન પર પડ્યું હતું જેમાં એક 30 વર્ષીય વ્યક્તિ ઘાયલ થયો અને તેને સારવાર માટે શહેરની બારજિલાઇન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હમાસે આ હુમલાઓની જવાબદારી સ્વીકારી હતી.

ઇઝરાયલી મીડિયા અહેવાલો અનુસાર, રાત્રે 9 વાગ્યા પછી મધ્ય ગાઝાના દીર અલ-બલાહથી ઇઝરાયલના દરિયાકાંઠાના શહેરો અશ્કલોન અને અશ્દોદ તરફ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઇઝરાયલે કહ્યું છે કે હમાસને આ હુમલાઓ માટે ભારે કિંમત ચૂકવવી પડશે. સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે વાત કરી અને IDF ને હમાસ સામે હુમલાઓ કરવાનો આદેશ આપ્યો હતો.

ગાઝામાં ચેતવણીનો ગોળીબાર, પછી હુમલો

હુમલા બાદ ઇઝરાયલી સૈન્યના અરબી ભાષાના પ્રવક્તા કર્નલ અવિચાઈ એદ્રાઈએ દીર અલ-બલાહ વિસ્તારમાં રહેતા પેલેસ્ટિનિયન નાગરિકોને સ્થળાંતર કરવાની ચેતવણી જાહેર કરી હતી. IDF હુમલો કરે તે પહેલાં આ છેલ્લી ચેતવણી હોવાનું કહેવાય છે. ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ઇઝરાયલ પર હુમલો કરવા માટે ઉપયોગમાં લેવાતા રોકેટ લોન્ચરને નિશાન બનાવતા ડ્રોન હુમલો કર્યો હતો.

સોશિયલ મીડિયા પરના ફૂટેજમાં ઇઝરાયલ પર હમાસનો હુમલો દર્શાવવામાં આવ્યો હતો, જેમાં અનેક બહુમાળી એપાર્ટમેન્ટ ઇમારતો નજીક રોકેટ અથડાતા જોવા મળ્યા હતા. હમાસના હુમલા સમયે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂ અમેરિકાની મુલાકાતે હતા. તેમણે પોતાના વિમાનમાંથી સંરક્ષણ પ્રધાન કાત્ઝને ફોન કર્યો હતો. વડા પ્રધાન કાર્યાલય અનુસાર, નેતન્યાહૂએ કાત્ઝને કડક જવાબ આપવા કહ્યું છે. વડાપ્રધાન સાથેની વાતચીત બાદ જાહેર કરાયેલા એક નિવેદનમાં કાત્ઝે જણાવ્યું હતું કે તેમણે IDF ને ગાઝા પટ્ટીમાં હમાસ સામે ચાલી રહેલા આક્રમણને ચાલુ રાખવા સૂચના આપી છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે તે પેલેસ્ટિનિયનોને ખત્મ કરી દેશે.  ઉપરાંત, તેમણે ઈરાન પર પેલેસ્ટિનિયનોને પ્રોત્સાહન આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદન પછી ઈરાને પોતાની તાકાત બતાવવાનું નક્કી કર્યું અને એક વિશાળ નૌકાદળ પરેડનું આયોજન કર્યું છે.  ઈરાનની આ વિશાળ નૌકાદળ પરેડમાં 3,000 થી વધુ જહાજોએ ભાગ લીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget