New Virus in Hong Kong: હોંગકોંગમાં જોવા મળી નવી બીમારી, 7 લોકોના મોત, એલર્ટ જાહેર
હોંગકોંગમાં એક ઘાતક બીમારી જોવા મળી છે. આ સંક્રમણની ચપેટમાં આવવાથી સાત લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. એવામાં આ સંક્રમણના ફેલાવાથી હોંગકોંગ સ્વાસ્થ્ય સંકટ સામે લડી રહ્યું છે.
હોંગકોંગમાં એક ઘાતક બીમારી જોવા મળી છે. આ સંક્રમણની ચપેટમાં આવવાથી સાત લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. એવામાં આ સંક્રમણના ફેલાવાથી હોંગકોંગ સ્વાસ્થ્ય સંકટ સામે લડી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, આ સંક્રમણ ફ્રેશ પાણીની માછલીમાંથી ફેલાયું છે. હોંગકોંગના વેટ (નમ) માર્કેટે માછલીથી ફેલાયેલા આ સંક્રમણના પ્રકોપની રિપોર્ટ આપી છે. જ્યારે સમુદ્રી ખાદ્ય વિશેષજ્ઞોએ ખરીદદારોને આ નમ બજારોમાં તાજા પાણીની માછલીને અડકવાને લઈ લોકોને ચેતવ્યા છે.
સ્વાસ્થ્ય અદિકારીએએ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2021માં આ ઘાતક ગ્રૃપ બી સ્ટ્રેપ્ટોકોકસ સૂક્ષ્મજીવ સંક્રમણના 79 કેસ સામે આવ્યા બાદ ચેતવણી આપી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ સંક્રમણના કારણે ઓછામાં ઓછા સાત લોકોના મોતની જાણકારી મળી છે. રિપોર્ટના જવાબમાં સ્વાસ્થ્ય સુરક્ષા કેંદ્રી (સીએચપી)એ ગુરુવારે પુષ્ટી કરી કે આ સંક્રમણની ઓળખ એસટી283ના રુપમાં થઈ છે. સંક્રમિત 32 લોકોથી આ પુષ્ટી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 30 દિવસમાં આશરે 26 કેસ સામે આવ્યા છે અને હવે આ સંક્રમણની ચપેટમાં આવનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જ્યારે ચીનના વુહાનમાંથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલો કોરોના વાયરસ ચીનમાં ફરી એક વખત કહેર વર્તાવાનું શરુ કર્યું છે. ઘણી ફ્લાઈટો રદ્દ કરવામાં આવી છે. સ્કૂલ બંધ કરવામાં આવી રહ્યા છે. કેટલીક જગ્યાએ ફરી એક વખત લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ચીને શરુઆતના સમયમાં આ સંક્રમણ પર કાબૂ મેળવી લીધો હતો. સંક્રમણના કેસ ફરી વધતા સરકારે મોટા પાયે ટેસ્ટિંગ શરુ કરી દિધુ છે.