Nasa Pension Policy: સુનિતા વિલિયમ્સને રિટાયરમેન્ટ બાદ કેટલું મળશે પેન્શન, જાણો અવકાશ યાત્રીને શું મળે છે સુવિધા
સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં ઉડાન ભરી છે અને ઘરતી પર વાપસીથી તે ખૂબ ચર્ચામં છે , તો લોકો હવે એ જાણવા ઇચ્છુંક છે કે, સુનીતા વિલિયમ્સને નાસામાંથી કેટલો પગાર મળે છે . જાણીએ નાસાની પોલિસી શું છે

Nasa Pension Policy: અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ પોતાના સહ યાત્રી સાથે લેન્ડ થઇ છે. સુનિતાની વાપસીથી હાલ અવકાશ યાત્રીઓને લઇને ખૂબ ચર્ચા થઇ રહી છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે નિવૃત્તિ પછી તેમને કેટલો પગાર મળશે અને કેટલું પેન્શન મળશે.
ગયા વર્ષે જૂનમાં, નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને આઠ દિવસના મિશન પર સ્પેસ સ્ટેશન ISS પર મોકલ્યા હતા. બંને બોઇંગ સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટ દ્વારા અવકાશમાં ગયા હતા, પરંતુ ટેકનિકલ ખામીના કારણે તેમને નવ મહિના સુધી ત્યાં રહેવું પડ્યું હતું. જો કે, આજે તેઓ પૃથ્વી પર પાછા ફર્યા છે અને હવે આ બંનેને લગભગ 45 દિવસ સુધી નાસાની દેખરેખમાં રહેવું પડશે અને આ દરમિયાન તેમના સ્વાસ્થ્યના મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આ દરમિયાન લોકોના મનમાં એક સવાલ આવી રહ્યો હશે કે સુનિતા વિલિયમ્સને નિવૃત્તિ બાદ નાસા કેટલું પેન્શન આપશે અને તેમને શું સુવિધાઓ મળશે.
સુનિતા વિલિયમ્સનો પગાર કેટલો છે?
સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં ઉડાન ભરી છે. હવે લોકો પૂછી રહ્યા છે કે સુનીતા વિલિયમ્સને નાસામાંથી કેટલો પગાર મળે છે અને તેની નેટવર્થ કેટલી છે. નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ જે ગ્રેડ પેમાં છે તે મુજબ તેને અંદાજે 1.25 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળે છે. સુનિતા વિલિયમ્સ નાસાની GS-15 શ્રેણીમાં આવે છે. આ સૌથી હાઇ લેવલ સ્ટ્રેટનોટ પે ગ્રેડ છે. જોકે, પગાર ઉપરાંત નાસા સુનિતા વિલિયમ્સને વિવિધ સુવિધાઓ પણ આપે છે.
નિવૃત્તિ પછી તમને કેટલું પેન્શન મળશે?
નાસા તેના નિવૃત્ત કર્મચારીઓ માટે નિવૃત્તિ પેન્શન યોજના પણ પ્રદાન કરે છે. અન્ય ફેડરલ સિવિલ કર્મચારીઓની જેમ, NASA કર્મચારીઓ પણ ફેડરલ એમ્પ્લોઇઝ રિટાયરમેન્ટ સિસ્ટમ હેઠળ આવે છે, જે હેઠળ પેન્શન પ્લાન, સામાજિક સુરક્ષા અને કરકસર બચત યોજનાઓ ઉપલબ્ધ છે. પેન્શન પ્લાનની જેમ તેમને દર મહિને પગાર આપવામાં આવે છે. તે પગાર કર્મચારીઓએ નાસા સાથે કેટલા વર્ષ કામ કર્યું છે અને તેમનો સરેરાશ પગાર કેટલો હતો તેના પર આધાર રાખે છે.
પેન્શન સિવાયની સુવિધાઓ
સામાજિક સુરક્ષા હેઠળ પણ સુવિધાઓ આપવામાં આવે છે. આ સિવાય બચત યોજનાઓ પણ આપવામાં આવે છે, જેમાં કર્મચારીઓ ઈચ્છે તો યોગદાન આપી શકે છે. નિવૃત્તિ યોજના ઉપરાંત, નાસાના ભૂતપૂર્વ કર્મચારીઓને સ્વાસ્થ્ય વીમો અને જીવન વીમો પણ આપવામાં આવે છે.





















