શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસથી લોકોની જવા લાગી નોકરીઓ, હવે આ બેન્ક 35000 કર્મચારીઓને છુટા કરશે
હોંગકોંગ શંધાઇ બેન્કિંગ કૉર્પોરેશન (HSBC)એ મંગળવારે પોતાના બિઝનેસમાં તર્કસંગત પુનર્ગઠન કરવાની જાહેરાત કરી, આ અંતર્ગત 35,000 લોકોની છટણી કરવાનો નિર્ણય પણ સામેલ છે. આનુ મુખ્ય કારણ કંપનીનો લાભ સતત ત્રણ વર્ષથી ઘટી રહ્યો છે
બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, આ મહામારીથી હજારોની સંખ્યામાં લોકો મોતને ભેટી રહ્યાં છે. હવે કોરોના વાયરસની અસર બેન્કિંગ સેક્ટર પર પણ દેખાઇ છે. કોરોના ફેલાવવાના કારણે હોંગકોંગ શંધાઇ બેન્કિંગ કૉર્પોરેશન (HSBC) બેન્ક હવે સંકટમાં આવી ગઇ છે. બેન્કે મોટા પ્રમાણમાં કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય કર્યો છે.
હોંગકોંગ શંધાઇ બેન્કિંગ કૉર્પોરેશન (HSBC)એ મંગળવારે પોતાના બિઝનેસમાં તર્કસંગત પુનર્ગઠન કરવાની જાહેરાત કરી, આ અંતર્ગત 35,000 લોકોની છટણી કરવાનો નિર્ણય પણ સામેલ છે. આનુ મુખ્ય કારણ કંપનીનો લાભ સતત ત્રણ વર્ષથી ઘટી રહ્યો છે.
બેન્કનુ કહેવુ છે કે, તે પોતાની બેન્કને યુરોપ અને અમેરિકાના બિઝનેસનો વ્યાપ પણ ઘટાડશે. અમેરિકા-ચીન વચ્ચે હાલ વ્યાપાર યુદ્ધ ચાલી રહ્યુ છે તથા કોરોના વાયરસથી ચીનની હાલત ખરાબ થઇ ગઇ છે. કોરોના વાયરસ ફેલાવવાથી બેન્ક અનેક પ્રકારની અનિશ્ચિતતાઓનો સામનો કરી રહી છે. આવામાં કંપનીએ ખર્ચા ઓછા કરવાનો નિર્ણય કરી રહી છે.
એક રિપોર્ટ પ્રમાણે ચીનમાં કોરોના વાયરસ પીડિતોની કુલ સંખ્યા વધીને 72000થી પણ વધુ થઇ ગઇ છે. સૌથી વધુ હુબેઇ પ્રાંતના લોકો ઝપેટમાં આવ્યા છે. અહીં 1595 લોકોએ પોતાના જીવ પણ ગુમાવી દીધા છે, એટલુ જ નહીં લગભગ 1850 જેટલા નવા કેસ પણ નોંધાયા છે.
ચીની આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કોરોના વાયરસ સેવેરે એક્ટ્યૂ રેસ્પિરેટરી સિંડ્રોમ(સાર્સ)નું બીજુ સ્વરૂપ છે. જેના કારણે 2002-2003માં હોંગકોંગ અને ચીનમાં આ બીમારીથી 650 લોકોના મોત થયા હતા. તે સિવાય 120 લોકોનું દુનિયાભરમાં મોત થયું હતું. તાજેતરમાં જ ભારત સરકારે પણ ચીનથી આવતા લોકો માટે પોતાની ઈ વીઝા સુવિધા પર અસ્થાયી રોક લગાવી દીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement