શોધખોળ કરો

Pakistan: અમેરિકા સામે મદદ માટે કરગરતા જોવા મળ્યા ઈમરાન ખાન, ઓડિયો થયો લીક

પાકિસ્તાનમાં ચાલી રહેલા હંગામા વચ્ચે ઈમરાન ખાનના લીક થયેલા ઓડિયોથી ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયોમાં તે અમેરિકન મહિલા સાંસદ સામે રીતસરના કરગરતા સાંભળવા મળે છે.

પાકિસ્તાનમાં ચાલી રહેલા હંગામા વચ્ચે ઈમરાન ખાનના લીક થયેલા ઓડિયોથી ખળભળાટ મચી ગયો છે. આ ઓડિયોમાં તે અમેરિકન મહિલા સાંસદ સામે રીતસરના કરગરતા સાંભળવા મળે છે. આ મહિલા સંસદસભ્ય મેક્સીન મૂર વોટર્સ છે, જે યુએસ કોંગ્રેસના સભ્ય છે. તેમની વાતચીત દરમિયાન ઈમરાન ખાને અમેરિકન સાંસદ પાસેથી તેમની પાર્ટી પીટીઆઈના કાર્યકરો અને નેતાઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી અંગે મદદ માંગી હતી. 

ઈમરાન ખાન કરગરતા કહી રહ્યાં છે કે, અમેરિકા સહિત વિશ્વભરના દેશોએ પાકિસ્તાનમાં જે ચાલી રહ્યું છે તેની સામે ઊભા રહેવું જોઈએ. લીક થયેલા ઓડિયોમાં ઈમરાન ખાને મેક્સીન મૂર વોટર્સને પાકિસ્તાનમાં માનવાધિકારના ઉલ્લંઘન સામે અવાજ ઉઠાવવા પણ કહ્યું હતું.

લીક થયેલો ઓડિયો 1.57 મિનિટ લાંબો 

લીક થયેલા ઓડિયોમાં ઈમરાન ખાન કહે છે કે, આ કદાચ આપણા ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ સમય છે. આ દેશમાં ખૂબ જ ભયાનક સ્થિતિ છે. 1.57-મિનિટ લાંબા ઓડિયો લીકમાં પીટીઆઈના અધ્યક્ષ ઈમરાન ખાને અમેરિકી સાંસદને પાકિસ્તાનમાં સત્તા પરથી તેમની હકાલપટ્ટી અને તેમના પક્ષના કાર્યકરો સામે સરકારની કાર્યવાહી અંગે માહિતી આપી હતી.

ઈમરાન ખાને હત્યાની શક્યતા વ્યક્ત કરી

ઈમરાન ખાને કહ્યું હતું કે, મારી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મારા પગમાં ત્રણ ગોળી વાગી હતી. મારી સરકારને ભૂતપૂર્વ આર્મી ચીફ (જનરલ કમર જાવેદ બાજવા) દ્વારા હટાવી દેવામાં આવી હતી કારણ કે અહીં સૈન્ય સંસ્થાન ખૂબ શક્તિશાળી છે. લીક થયેલી વાતચીતમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, સેના પ્રમુખે હાલમાં સત્તામાં રહેલા લોકો સાથે મળીને કાવતરું ઘડ્યું અને મારી સરકારને નીચે લાવી. ખાને કહ્યું હતું કે, તેમની પાર્ટી સૌથી ખરાબ ક્રેકડાઉનનો સામનો કરી રહી છે, જે તેમના મતે, દેશના ઇતિહાસમાં કોઈપણ લોકશાહી પક્ષે સામનો કર્યો છે.

યુએસ સાંસદને તેમની તરફેણમાં નિવેદન આપવા વિનંતી

ઈમરાન ખાને યુએસ કોંગ્રેસ વુમન મેક્સીન મૂર વોટર્સને તેમની પાર્ટીની તરફેણમાં નિવેદન આપવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે અહીં પ્રશંસા કરીશું કારણ કે આ બાબત ઘણી આગળ જશે. અમે માત્ર કાયદાનું શાસન અને બંધારણ અને મૂળભૂત અધિકારો ઈચ્છીએ છીએ. અમે ફક્ત ક્રેકડાઉનને હાઇલાઇટ કરતું નિવેદન ઇચ્છીએ છીએ અને જ્યારે મેક્સીન જેવી કોઈ વ્યક્તિ બોલે ત્યારે તે ઘણી સકારાત્મક અસર થાય છે. તે અમને ખરેખર મદદ કરશે.

ઈમરાનના કાર્યકરો સામે થઈ રહેલી કાર્યવાહી 

પાર્ટીના વડા ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના કેસમાં 9 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેમના સમર્થકો દ્વારા હિંસક વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાન સરકાર અને સેનાએ પીટીઆઈના કાર્યકરો અને નેતાઓ પર કાર્યવાહી શરૂ કરી હતી. લગભગ ત્રણ દિવસ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન દરમિયાન સમગ્ર પાકિસ્તાનમાં જાહેર અને લશ્કરી સ્થાપનોમાં તોડફોડ કરવા અને આગ લગાડવા બદલ ઈમરાનની પાર્ટીના હજારો કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget