શોધખોળ કરો
Advertisement
પુલવામાં હુમલા બાદ પાક. PM ઇમરાન ખાનની ભારતને ખુલ્લી ધમકી, જાણો શું કહ્યું....
નવી દિલ્હીઃ 14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલાને લઈને પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને નિવેદન જારી કર્યું છે. ઇમરાન ખાને કહ્યું કે, ભારતની સરકાર પાકિસ્તાન પર ખોટા આરોપ લગાવ્યા, પરંતુ સઉદી પ્રિન્સના પ્રવાસને લઈને અમે ધ્યાન ન આપ્યું. હવે ક્રાઉન પ્રિન્સ પાછા ફર્યા છે માટે હવે હું જવાબ આપી રહ્યો છું. ભારતની સરકાર કોઈપણ પૂરાવ વગર પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. પાકિસ્તાન આવું શા માટે કરશે, એનાથી અમને શું ફાયદો. જો ભારત સરકાર આ મામલે અમને કોઈ પૂરાવા આપશે તો અમે તપાસ કરવા માટે તૈયાર છીએ.
પોતાના નિવેદનમાં ઇમરાન ખાને કહ્યું કે, વિતેલા 15 વર્ષતી અમે આતંકવાદ સામે જંગ લડી રહ્યા છીએ, એમાં અમને કોઈ ફાયદો નથી. જ્યારે પણ કાશ્મીરમાં કંઈપણ થાય છે તો આરોપ પાકિસ્તાન પર લગાવવામાં આવે છે.Pakistan PM Imran Khan's statement on #Pulwama terrorist attack: My statement is for the Indian government. You (Indian govt) have blamed the Pakistan government without any evidence. (file pic) pic.twitter.com/yOVFFamT28
— ANI (@ANI) February 19, 2019
ઇમરાન ખાને ભારતને ધમકી આપતા કહ્યું કે, જો ભારત અમારા પર હુમલો કરશે તો અમે પણ તેનો જવાબ આપવામાં વિચારીશું નહીં. આપણે બધા જાણીએ છીએ કે, યુદ્ધ શરૂ કરવું વ્યક્તિના હાથમાં છે, પરંતુ તેનો અંજામ શું હશે તે માત્ર ઉપરવાળો જ જાણે છે. ઇમરાને કહ્યું કે, ભારત-પાકિસ્તાનની વચ્ચે જે પણ મુદ્દા છે તેનું વાતચીતથી જ સમાધાન લાવવું જોઈએ.Pakistan PM Imran Khan: If you (Indian govt) thinks you will attack us and we will not think of retaliating, we will retaliate. We all know starting a war is in the hands of humans, where it will lead us only God knows. This issue should be solved through dialogue. pic.twitter.com/kbyvmAiJgk
— ANI (@ANI) February 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion