(Source: ECI/ABP News/ABP Majha)
India-Canada Row: કેનેડામાં ઉગ્રવાદીઓના નિશાને ઈન્ડિયન્સ, હિન્દુઓ માટે ખતરો બની રહ્યો છે ટ્રુડોનો દેશ
India Canada Relations: ખાલિસ્તાન સમર્થકો ભારતીયો માટે ખતરો બની ગયા છે અને કેનેડા ભારતીય મૂળના લોકો માટે સૌથી ખતરનાક દેશ તરીકે ઉભરી રહ્યું છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે
India Canada Relations: ખાલિસ્તાન સમર્થકો ભારતીયો માટે ખતરો બની ગયા છે અને કેનેડા ભારતીય મૂળના લોકો માટે સૌથી ખતરનાક દેશ તરીકે ઉભરી રહ્યું છે. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. કેનેડામાં ઉગ્રવાદીઓના નિશાને હિન્દુ અને ભારતીય સમુદાયના લોકો છે, આમાં ખાલિસ્તાન સમર્થકો પણ સામેલ છે. છેલ્લા કેટલાક મહિનામાં જસ્ટિન ટ્રુડોના દેશમાં ભારતીયો અને હિન્દુઓ વિરુદ્ધ નફરતભર્યા ભાષણ અને હિંસાની ઘટનાઓ વધી છે. જેના કારણે એક ડરનો માહોલ પણ પેદ થયો છે.
ભયનું વાતાવરણ ઉભુ કરવાની ધમકી આપવામાં આવે છે
નવી દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ એન્ડ હોલિસ્ટિક સ્ટડીઝ (CIHS)ના અહેવાલ મુજબ, ખાલિસ્તાની ઉગ્રવાદીઓ કેનેડામાં મુક્તપણે ફરે છે, મંદિરો અને રાજદ્વારીઓ સહિત અન્ય ભારતીય પ્રતીકોને નિશાન બનાવે છે. જેના કારણે હિંદુ લઘુમતીઓને ડરાવવામાં આવે છે અને તેમની વચ્ચે ભયનું વાતાવરણ ઉભુ કરવાની ધમકી આપવામાં આવે છે. રિપોર્ટમાં આવી કાર્યવાહી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જસ્ટિન ટ્રુડો વિશે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડો જેવા નેતા ખુલ્લેઆમ ભારત વિરોધી લોકો સાથે સંબંધો રાખવા ન માત્ર બંને દેશોના સંબંધો માટે પરંતુ આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે પણ ખતરો છે. CIHSએ કેનેડામાં ભારતીયો માટે બગડતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે સીધા જસ્ટિન ટ્રુડોને જવાબદાર ઠેરવ્યા છે. રિપોર્ટમાં સ્વીકારવામાં આવ્યું છે કે ટ્રુડોના વલણથી શંકા પેદા થઈ છે. કેનેડાની ટ્રુડો સરકારે ખાલિસ્તાન તરફી તત્વોની રેલીઓને મંજૂરી આપી હતી. એટલું જ નહીં, દોષિત આતંકવાદીઓના ભારતમાં વખાણ થાય છે.
ભારતીય ગુનેગારોને કેનેડાના વિઝા આપવામાં આવે છે
આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓને કેનેડામાં વિઝા મળી રહ્યા છે. કેનેડાના ઈમિગ્રેશન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડા પહોંચનારા ભારતીયોની સંખ્યામાં ટોચ પર છે. સૌથી વધુ શીખ સમુદાય કેનેડામાં રહે છે.
આ પણ વાંચો....
Kyrgyzstan Violence:સુરતના 100 વિદ્યાર્થી ફસાયા, ખાવાના પણ ફાંફા, બારી પર થઇ રહ્યું છે ફાયરિંગ
Aliens: ચંદ્ર પર રહી રહ્યાં છે એલિયન ? ISRO ચીફે ખુલ્યુ મૂન પરનું રહસ્ય
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial