India Enters Finals: ભારતને વધુ એક મેડલની આશા, ડિસ્ક્સ થ્રોમાં કમલપ્રીત કૌરે રચ્યો ઇતિહાસ
India Enters Finals: ક્વોલિફિકેશન રાઉન્ડના ત્રીજી પ્રયાસમાં કમલપ્રીત કૌરે 64 મીટરનો સ્કોર કરીને આ ઇવેન્ટમાં મેડલની દાવેદાર બની ગઈ છે. બીજી તરફ સીમા પૂનિયાએ ફાઇનલમાં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી છે.
India Enters Finals: ટોક્યો ઓલિમ્પિકમાં ડિસ્ક્સ થ્રો ઇવેન્ટમાં ભારતની કમલપ્રીત કૌરે ઇતિહાસ રચતા ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ગ્રૂપ બીની ક્વોલિફિકેશન રાઉન્ડમાં પોતાના ત્રીજા પ્રયાસમાં કમલપ્રીત કૌરે 64 મીટરનો સ્કોર બનાવીને હવે આ ઇવેન્ટમાં મેડલની દાવેદાર બની ગઈ છે.
ડિસ્ક્સ થ્રોમાં કમલપ્રીત કૌરનો બેસ્ટ પર્ફોમન્સ 66.59 મીટર છે. જે તેણે પટિયાલામાં જૂનમાં આયોજિત ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિક્સ બનાવ્યો હતો. હવે જો ફાઇનલમાં પોતાના આ બેસ્ટ પર્ફોર્મન્સને જાળવા રાખવામાં સફળ થશે, તો તેમનો મેડલ પાક્કો છે. બીજી તરફ આ જ ઇવેન્ટમાં સામેલ ભારતની સીમા પૂનિયાની આશા સમાપ્ત થઈ ગઈ છે. સીમા પૂનિયા ફાઇનલમાં ક્વોલિફાઈ કરી શકી નથી. ગ્રૂપ એના ક્વોલિફિકેશન રાઉન્ડમાં સીમા પૂનિયા 16માં પદે રહી અને તેમનો ટોક્યો ઓલિમ્પિકની સફર સમાપ્ત થઈ ગઈ છે.
India Medal Tally, Olympic 2020: પીવી સિંધુ મેડલથી એક જીત દૂર, મેડલ ટેલીમાં જાણો કેટલામાં ક્રમે છે ભારત
Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે આઠમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે છે. ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.
પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચી
ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.
ભારતીય હોકી ટીમે પૂલ એ મેચમાં જાપાનને 5-3થી હરાવ્યું
મહિલા બોક્સર લવલીના બોરગોહેએ દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો
ટોક્યો ઓલિમ્પિક્સમાં શુક્રવારે ભારત માટે શાનદાર સમાચાર આવ્યા છે. મહિલા બોક્સર લવલીના બોરગોહેને 96 કિલોગ્રામ વેઇટ કેટેગરીની સેમી-ફાઈનલમાં સ્થાન મેળવીને દેશ માટે વધુ એક મેડલ કન્ફર્મ કરી દીધો છે. જોકે અન્ય એક મહિલા બોક્સર સિમરનજિત કૌર 60 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં હારી જતાં બહાર થઈ ગઈ છે.
તીરંદાજમાં દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ છે, જ્યારે મહિલા હોકી ટીમે આયર્લેન્ડને 1-0થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાની આશા કાયમ રાખી છે. શનિવારે ભારતનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે. ત્યાર બાદ નક્કી થશે કે મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચે છે કે નહીં.
ભારતીય મહિલા બોક્સર લવલીના બોરગોહેને ચીનની તાઈપે કી ચેન નિએનને હરાવી 69 કિલોગ્રામ વજન કેટેગરીની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. બોક્સિંગમાં સેમી-ફાઇનલમાં પહોંચતાં જ મેડલ પાક્કો થઈ જાય છે. લવલીના સેમી-ફાઇનલમાં 2019 વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની એન્ના લાઈસેંકો સામે મુકાબલો થશે. વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ આ ઓલિમ્પિકમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો છે. તેણે સિલ્વર મેડલ પોતાને નામે કર્યો છે.