Operation Sindoor: પાકિસ્તાન પર હવાઈ હુમલા બાદ ભારતે દંભી ચીનને આપ્યો જડબાતોડ જવાબ, કહ્યું- 'યોગ્ય ફેક્ટ ચેક કરો'
Operation Sindoor: ભારતીય સેના દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન સિંદૂરમાં, પાકિસ્તાનમાં 9 આતંકવાદી છાવણીઓનો નાશ કરવામાં આવ્યો હતો, જ્યારે 90 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ચીનનું ગ્લોબલ ટાઇમ્સ આ કામગીરી વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે.

Operation Sindoor: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 આતંકવાદી છાવણીઓનો નાશ કર્યો. ભારતના આ હવાઈ હુમલામાં પાકિસ્તાનમાં બેઠેલા 90 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકવાદ વિરુદ્ધ લેવામાં આવેલી આ કાર્યવાહી પર ભારતને વિશ્વના મોટાભાગના દેશોનો ટેકો મળી રહ્યો છે, જ્યારે પાકિસ્તાનની ટીકા થઈ રહી છે. આ દરમિયાન, ચીનનું સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સ હવાઈ હુમલા સંબંધિત ખોટી માહિતી શેર કરી રહ્યું છે, જેના પર ભારતે વાંધો ઉઠાવ્યો છે.
(1/n) Dear @globaltimesnews , we would recommend you verify your facts and cross-examine your sources before pushing out this kind of dis-information. https://t.co/xMvN6hmrhe
— India in China (@EOIBeijing) May 7, 2025
ચીનમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે ગ્લોબલ ટાઇમ્સ ઓપરેશન સિંદૂર વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું કે અમે તમને સલાહ આપીશું કે આવી ખોટી માહિતી ફેલાવતા પહેલા તમારા તથ્યો સુધારો અને સ્ત્રોત પણ તપાસો.
ભારતીય દૂતાવાસે ચીની મીડિયાને શું કહ્યું?
ગ્લોબલ ટાઇમ્સ એ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીનું મુખપત્ર છે. ભારતના હવાઈ હુમલા અંગે, ગ્લોબલ ટાઈમ્સે પાકિસ્તાની સેનાને ટાંકીને લખ્યું, 'આ કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાના ત્રણ ફાઈટર જેટનો નાશ કરવામાં આવ્યો હતો.' આના જવાબમાં, ભારતીય દૂતાવાસે કહ્યું કે જ્યારે મીડિયા સંસ્થાઓ યોગ્ય સ્ત્રોતમાંથી પુષ્ટિ કર્યા વિના આવી માહિતી શેર કરે છે, ત્યારે તે પત્રકારત્વ અને નીતિશાસ્ત્રમાં ગંભીર ખામી દર્શાવે છે.
ભારતની કાર્યવાહીથી ચીનના પેટમાં તેલ રેડાયું
પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા ઓપરેશન સિંદૂરનો ચીને જવાબ આપ્યો છે. બુધવારે, જ્યારે પાકિસ્તાન અને ભારત વચ્ચેની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન ભારતની લશ્કરી કાર્યવાહીને "દુઃખદ" માને છે. ચીને કહ્યું કે તે પરિસ્થિતિ અંગે ચિંતિત છે. પ્રવક્તાએ વધુમાં કહ્યું કે ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પાડોશી છે અને ચીનના પણ પડોશી છે.
ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે, પરંતુ તમામ પક્ષોને શાંતિ અને સ્થિરતા જાળવવા અપીલ કરે છે. ચીને ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા, પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે તેવા કોઈપણ પગલા લેવાનું ટાળવા અને શાંતિપૂર્ણ રીતે મુદ્દાનો ઉકેલ લાવવા જણાવ્યું છે.





















