Students In Uk : ભારતીયોએ મારી બાજી, બ્રિટનમાં અભ્યાસ મામલે ભારતીય વિદ્યાર્થીઓએ ચીનીઓને પછાડ્યા
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા સંકલિત UK હોમ ઑફિસ ડેટા દર્શાવે છે કે કુશળ કામદારોની શ્રેણીમાં વિઝા મેળવનારાઓની યાદીમાં ભારતીયો ટોચ પર છે.
Indians Overtake Chinese : ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે યુકે જાય છે. બ્રિટનમાં અભ્યાસ અર્થે જવા મામલે ભારતીય વિદ્યાર્થીઓએ ચીનને પછાડ્યું છે. અત્યાર સુધી બ્રિટનમાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ સંખ્યા ચીનના વિદ્યાર્થીઓની હતી. પરંતુ પહેલીવાર ભારતીયોની સંખ્યા સૌથી વધુ થઈ છે. ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ વખત યુકેમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓના સૌથી મોટા જૂથ તરીકે ચીની વિદ્યાર્થીઓને પાછળ છોડી દીધા છે.
તાજેતરમાં બ્રિટનના સત્તાવાર ઈમિગ્રેશન દ્વારા જાહેર કરાયેલા આંકડામાં આ માહિતી સામે આવી છે. આંકડા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા વિઝાની સંખ્યામાં 273 ટકાના વધારાને કારણે આ શક્ય બન્યું છે.
ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ONS) દ્વારા સંકલિત UK હોમ ઑફિસ ડેટા દર્શાવે છે કે કુશળ કામદારોની શ્રેણીમાં વિઝા મેળવનારાઓની યાદીમાં ભારતીયો ટોચ પર છે. ગયા વર્ષે આ શ્રેણીમાં 56,042 ભારતીયોને વિઝા આપવામાં આવ્યા હતા.
2022માં 1,27,731 વિદ્યાર્થીઓને આપ્યા વિઝા
આરોગ્ય અને તબીબી વ્યાવસાયિકોની શ્રેણી હેઠળ યુકેમાં આપવામાં આવેલા કુલ વિઝામાંથી ભારતીય નાગરિકોને આપવામાં આવેલા વિઝાની મહત્તમ સંખ્યા 36 ટકા છે. આ વિઝા ધારકો યુકેમાં સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી નેશનલ હેલ્થ સર્વિસ (NHS)માં ભારતીય યોગદાનને મજબૂત બનાવે છે. સત્તાવાર આંકડા પ્રમાણે 2019માં કુલ 34,261 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા જ્યારે 2022માં 1,27,731 વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા હતા.
ભારત-ચીનના વિદ્યાર્થીઓને 51 ટકા વિઝા આપવામાં આવ્યા
ભારતીયો પછી નાઈજીરિયાના લોકો પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું હતું. આંકડા અનુંસાર સૌથી વધુ વધારો 44,162 (+650%) થી 50,960 સુધી જોવા મળ્યો છે. જ્યારે યુકે દ્વારા જે વિદ્યાર્થીઓને વિઝા આપવામાં આવ્યા છે તેમાંથી 51 ટકા ચીન અને ભારતના નાગરિકોને વિઝા આપવામાં આવ્યા છે.
ત્રણ વર્ષમાં 77% વધુ વિદ્યાર્થીઓએ અરજી કરી
જાહેર કરાયેલા ડેટા પ્રમાણે સપ્ટેમ્બર 2022ના અંત સુધીમાં દુનિયાભરમાંથી 476,389 વિદ્યાર્થીઓએ યુકેમાં સ્ટડી વિઝા માટે અરજી કરી હતી. આ સંખ્યા 2019ના આંકડા કરતા 77% વધુ છે. જ્યારે સપ્ટેમ્બર 2021ની સરખામણીમાં આ વખતે 24% વધુ વિદ્યાર્થીઓએ આ વિઝા માટે અરજી કરી છે.
યુએસ વિઝા માટે ચીની નાગરિકોએ બે દિવસ રાહ જોવી પડે છે પણ ભારતીયોએ બે વર્ષ રાહ જોવી પડશે
યુએસ સરકારની એક વેબસાઇટે ખુલાસો કર્યો છે કે ભારતમાંથી વિઝા અરજીઓએ માત્ર એક એપોઇન્ટમેન્ટ માટે બે વર્ષથી વધુ રાહ જોવી પડે છે, જ્યારે ચીન માટે આ સમયમર્યાદા માત્ર બે દિવસ છે. ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથે ભારતીયોના વિઝા સંબંધિત પડકારોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
આ યુએસ વેબસાઈટ દર્શાવે છે કે મુલાકાતી વિઝા માટે દિલ્હીથી અરજીઓ માટે 833 દિવસ અને મુંબઈથી 848 દિવસની એપોઈન્ટમેન્ટ રાહ જોવાનો સમય છે. તે જ સમયે, બેઇજિંગ માટે રાહ જોવાનો સમય માત્ર બે દિવસ છે. ઈસ્લામાબાદની વાત કરીએ તો અહીંના લોકોને વિઝિટર વિઝા માટે 450 દિવસ રાહ જોવી પડે છે.