શોધખોળ કરો
ઇન્ડોનેશિયામાં 6.8ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર કરાઇ
ભૂકંપ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાના લબૌનથી 150 કિલોમીટર દૂર અનુભવાયો છે

જાકાર્તાઃ ઇન્ડોનેશિયામાં શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઇન્ડોનેશિયાની ઇમરજન્સી એજન્સીએ આ જાણકારી આપી છે. અમેરિકાના ભૂસ્તરીય સર્વેક્ષણ અનુસાર, ભૂકંપ ઇન્ડોનેશિયાની રાજધાની જાકાર્તાના લબૌનથી 150 કિલોમીટર દૂર અનુભવાયો છે. ભૂકંપની તીવ્રતા 6.8ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અગાઉ ઇન્ડોનેશિયાની ઇમરજન્સી એજન્સીએ કહ્યું કે, રાજધાની જાકાર્તાના દક્ષિણ-પશ્વિમમાં સુમુરથી લગભગ 147 કિલોમીટર દૂર 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન જાકાર્તામાં લોકોને પોતાના ઘરની બહાર નીકળી આવ્યા હતા.
50 વર્ષીય એલિસાએ કહ્યું કે, મારા એપાર્ટમેન્ટમાં સામાન હલવા લાગ્યો હતો અને હું ઘરની બહાર નીકળવા ભાગી હતી. તમામ લોકો ઘરની બહાર નીકળવા ભાગ્યા હતા.આ મહિનામાં પૂર્વ ઇન્ડોનેશિયાના મલુકુ દ્ધિપમાં આવેલા 7.3 તીવ્રતાના ભૂકંપને કારણે ઓછામાં ઓછા બે લોકોના મોત થયા હતા અને હજારો લોકો પ્રભાવિત થયા હતા. તે સિવાય ગયા વર્ષે સુલાવેસી દ્ધિપના પાલુમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ આવેલી સુનામીથી 22 હજારથી વધુ લોકો માર્યા હતા અને હજારો લોકો ગુમ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સમાચાર
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
