શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભારત સાથેની દુશ્મની મોંઘી પડી પાકિસ્તાનને! પાક.માં મોંઘવારી 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી
![ભારત સાથેની દુશ્મની મોંઘી પડી પાકિસ્તાનને! પાક.માં મોંઘવારી 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી Inflation hits four-year high of 8.2pc in February in pakistan ભારત સાથેની દુશ્મની મોંઘી પડી પાકિસ્તાનને! પાક.માં મોંઘવારી 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/04075721/1-Inflation-hits-four-year-high-of-8.2pc-in-February-in-pakistan.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ ભારત સાથે દુશ્મની કરવી પાકિસ્તાનને કૂબ મોંઘી પડી રહી છે. પુલવામા અટેક બાદ ભારતે કડક નિર્ણય લેતા પાકિસ્તાનમાં મોંઘવારીનો દર 8.2 ટકાએ પહોંચી ગયો છે. પાકિસ્તાની અખબાર ડોને પાકિસ્તાન સ્ટેટેસ્ટિક બ્યૂરોના અહેવાલને ટાંકીને લખ્યું છે કે, ફેબ્રુઆરીમાં ટામેટા, 150.04, લીલું મરચું 37.43, દાડમ 11.24 ટકા મોંઘા થઈ ગયા છે.
પાકિસ્તાન બ્યૂરો ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ મોંઘવારી દર જાન્યુઆરીમાં 7.19 ટકા હતો. હાલમાં મોંઘવારી દર 2014ના લેવલ પર પહોંચી ગયો છે. જૂન 2014માં મોંઘવારી દર 7.19 ટકા હતો. પીબીએસ અનુસાર, ફેબ્રુઆરીમાં ટામેટા, આદુ, ખાંડ, ચા, મટન, ગોળ, ઘી, માછલી, મગ દાળ, ઈંડા, ખાદ્ય તેલ, ચોખા, દાળ, દૂધ અને ઘઉંના ભાવમાં 3.21-179.40 ટકા વધારો થયો છે. પાકિસ્તાનમાં મોંઘવારીની અસર તેની મૌદ્રીક નીતિ પર પણ પડી છે. સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને રૂપિયાની ઘટતી કિંમત અને કાચા તેલની વધતી કિંમતોને જોતા કેટલાક ફેરફાર કર્યા છે. બેન્કે વીતેલા વર્ષના જાન્યુઆરીમાં લોનના દરોમાં પણ 4.5 ટકા વધારો કર્યો છે.
પુલવામા એટેકના કારણે મોસ્ટ ફેવર્ડ નેશન (MFN)નો દરજ્જો છીનવી અને નિકાસ કરવામાં આવતા સામાન પર બેસિક કસ્ટમ ડ્યૂટી 200 ટકા સુધી વધાર્યા બાદ ભારત સરકાર એક વખત ફરી પાકિસ્તાનને આર્થિક નુકશાન પહોંચાડવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રો અનુસાર, ભારત પોતાની નવી રણનીતિ હેઠળ પાકિસ્તાનને સાઉથ એશિન ફ્રી ટ્રેડ એરિયા (સાફ્ટા)માંથી પણ બહાર કરવા પર વિચાર કરી રહ્યું છે.
![ભારત સાથેની દુશ્મની મોંઘી પડી પાકિસ્તાનને! પાક.માં મોંઘવારી 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/04075728/3-Inflation-hits-four-year-high-of-8.2pc-in-February-in-pakistan.jpg)
![ભારત સાથેની દુશ્મની મોંઘી પડી પાકિસ્તાનને! પાક.માં મોંઘવારી 4 વર્ષના રેકોર્ડ સ્તરે પહોંચી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/03/04075748/2-Inflation-hits-four-year-high-of-8.2pc-in-February-in-pakistan.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)