(Source: ECI/ABP News/ABP Majha)
રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા વોશિંગ્ટનમાં યોજાઈ કાર-બાઈક રેલી, અમેરિકાની સડકો પર લહેરાયો ભગવો
Interntaionl News: અમેરિકામાં રહેતા હિંદુ નાગરિકો રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે પોતાના ઘરમાં પાંચ દીવા પ્રગટાવવાની યોજના બનાવી રહ્યા છે.
USA News: અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના હિંદુઓમાં ઉત્સાહ છે. રવિવારે અમેરિકાના વોશિંગ્ટનમાં આગામી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. વોશિંગ્ટનના હિન્દુ નિવાસીઓએ અયોધ્યા-વે સ્ટ્રીટ પર સ્થિત શ્રી અંજનેય મંદિર ખાતે કાર અને બાઇક રેલીનું આયોજન કર્યું હતું. રેલી દરમિયાન કાર અને બાઇક પરથી ભગવા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા.
અમેરિકામાં રહેતા હિંદુ નાગરિકો રામ મંદિરના ઉદ્ઘાટનની ઉજવણી માટે પોતાના ઘરમાં પાંચ દીવા પ્રગટાવવાની યોજના બનાવી રહ્યા છે. મંદિરની ઉજવણીમાં અમેરિકામાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. વિવિધ શહેરોમાં કાર રેલી કાઢવામાં આવશે. રામ મંદિરના ઉદ્ઘાટનનું લાઈવ સ્ક્રીનિંગ કરવામાં આવશે. કોમ્યુનિટી મીટીંગ અને વોચ પાર્ટીઓ પણ યોજાશે.
સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે
વિશ્વ હિંદુ પરિષદ ઑફ અમેરિકા (VHPA)ના અધિકારી અમિતાભ મિત્તલનું કહેવું છે કે દાયકાઓ પછી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. તેથી અમે આ ઐતિહાસિક દિવસ અમેરિકામાં પણ ઉજવીશું. ઉજવણીમાં એક હજારથી વધુ મંદિરો અને વ્યક્તિઓની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. લોકોની સુવિધા માટે વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે. ભારતીયો નજીક હોવાથી અદ્ભુત દિવસનો લાભ લઈ શકે છે. પરંતુ અમે દૂર છીએ, તેથી અમે ઐતિહાસિક દિવસનો ભાગ બનવા માટે અમેરિકામાં પણ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. અમે અમેરિકામાં રહેતા હિંદુઓને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે ઓછામાં ઓછા પાંચ દીવા ઘરે પ્રગટાવવાનું આહ્વાન કર્યું છે. અમેરિકાના લોકોમાં રામ મંદિરને લઈને ઘણો ઉત્સાહ છે. હિન્દુ સમુદાય મોટી સંખ્યામાં અયોધ્યા જવા માંગે છે.
US: Hindu Americans organise car, bike rally to celebrate Pran Pratishtha of Ram Mandir
— ANI Digital (@ani_digital) December 17, 2023
Read @ANI Story | https://t.co/aKjYjN8tku#RamMandir #PranPratishtha #US pic.twitter.com/VrWa6pGBtw
અમે અયોધ્યા જવા માંગીએ છીએ
અમેરિકામાં રહેતા હિન્દુ સમુદાયના ડો.ભરત બારાઈએ જણાવ્યું હતું કે આપણા બધા માટે આ એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે અમે આ દિવસ ક્યારેય જોઈશું. હવે ઉજવણી કરવાનો સમય છે. રામ મંદિર માટે અસંખ્ય લોકોએ સંઘર્ષ કર્યો છે. અમને જલ્દી અયોધ્યા જવાનું મન થાય છે.