ઉત્તરાયણ પહેલા દોરીથી વધુ એકનું મોત, ઓવરબ્રિજ પરથી બાઇક લઇને જતા યુવકનું ગળું કપાયું
રાજ્યમાં ઉત્તરાયણ પહેલા જ કાતિલ દોરીએ વધુ એકનો જીવ લીધો હતો
રાજ્યમાં ઉત્તરાયણ પહેલા જ કાતિલ દોરીએ વધુ એકનો જીવ લીધો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતમાં પતંગની દોરીથી ગળું કપાતા એક યુવકનું મોત થયું હતું. શહેરના કીમના રેલવે ઓવરબ્રિજ પર શૈલેષ નામનો યુવક પોતાની પત્ની સાથે જઈ રહ્યો હતો ત્યારે જ પતંગની દોરી ગળામાં ફસાતા ગળુ કપાઈ ગયું હતું
શૈલેષ નામના યુવકને તાત્કાલિક સારવાર માટે કીમની સાધના હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત રિફર કરાયો હતો. દરમિયાન રસ્તામાં જ તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના સરદા ગામનો હોવાનું સામે આવ્યું છે.
કીમ રેલવે ઓવરબ્રિજ પર શૈલેષ વસાવા નામનો યુવક પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. યુવકને કીમ સાધના હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સુરત લઈ જવામાં આવી રહ્યો હતો. હાલ યુવકના મૃતદેહ પીએમ અર્થ સિવિલ હોસ્પિટલ મોકલવા આવ્યો છે. ઉમરપાડા તાલુકાના સરદા ગામમાં રહેતા શૈલેષ વસાવા કંપનીમાં મજૂરી કામ કરી પરિવાર આર્થિક રીતે મદદરૂપ થતા હતા. પરિવાર પત્ની,અને બે સંતાન છે. પત્નીની તબિયત સારી ન હોવાથી તે પત્નીને સારવાર અર્થે કિમ ખાતે હોસ્પિટલમાં લઈ ગયા હતા. દરમિયાન પતંગની ચાઈનીઝ દોરી આવી જતા તેમને ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સુરતના પાલીગામમાં ત્રણ બાળકીના મોત બાદ પ્રશાસન એક્શનમાં આવ્યું છે. ત્રણ બાળકીના મોત બાદ આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાંથી આઈસ્ક્રીમના 20 સેમ્પલ લેવાયા હતા. આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત લથડી હોવાની શંકા વ્યક્ત કરાઈ હતી. શ્રીનાથ, ભરકાદેવી સહિતની દુકાનોમાં પ્રશાસને તપાસ કરી હતી. ફુડ વિભાગે 13 દુકાનોમાંથી આઈસ્ક્રીમના 20 નમૂના લીધા હતા. તમામ સેમ્પલને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
સુરત રેલવે સ્ટેશન પર 7 ડિસે.થી પ્લેટફોર્મ નંબર 2-3 બંધ થશે. રેલવે બોર્ડને 98 દિવસના બ્લોકનો MMTH વિભાગે પ્રસ્તાવ આપ્યો હતો. હાલમાં રેલવે સ્ટેશન ખાતે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની કામગીરી પૂરજોશમાં છે. રેલવેને બ્લોકની મંજૂરી મળતા 83 ટ્રેન સુરતીઓએ ઉધનાથી પકડવી પડશે.
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત