US Strikes: જોર્ડનના હુમલાના જવાબમાં અમેરિકાનો સીરિયા અને ઈરાકમાં બોંબમારો, 6નાં મોત
International News: અમેરિકી સેનાએ ઈરાનની સરહદની અંદર કોઈ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી. પરંતુ અમેરિકાના જવાબી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે.
US Strikes: જોર્ડનમાં લશ્કરી થાણા પર ડ્રોન હુમલાના જવાબમાં યુએસ સૈન્યએ શુક્રવારે સીરિયા અને ઇરાકમાં ઈરાન સમર્થિત મિલિશિયાના સ્થાનો પર બોમ્બમારો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સીરિયામાં અમેરિકી હવાઈ હુમલામાં છ મિલિશિયા લડવૈયા માર્યા ગયા છે. તેમાંથી ત્રણ બિન-સીરિયન હતા. યુએસ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ઈરાક અને સીરિયામાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ અને તેમના સમર્થિત મિલિશિયા સાથે જોડાયેલા 85થી વધુ લક્ષ્યો સામે શુક્રવારે જવાબી હવાઈ હુમલાઓ શરૂ કર્યા હતા.
નિવેદનમાં જણાવાયું છે કે યુએસ સૈન્ય હવાઈ હુમલામાં કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજ ફેસિલિટી તેમજ લોજિસ્ટિક્સ અને દારૂગોળાની સપ્લાય ચેઈન સુવિધાઓને નિશાન બનાવવામાં આવી હતી. યુએસ દળોએ 125 થી વધુ યુદ્ધ સામગ્રી સાથે 85 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો. તે જ સમયે, સીરિયાના સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે સીરિયાના રણ વિસ્તારોમાં અને ઇરાકની સરહદ નજીક સ્થિત લક્ષ્યો પર અમેરિકન હુમલામાં ઘણા લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.
CENTCOM Statement on U.S. Strikes in Iraq and Syria
— U.S. Central Command (@CENTCOM) February 2, 2024
At 4:00 p.m. (EST) Feb. 02, U.S. Central Command (CENTCOM) forces conducted airstrikes in Iraq and Syria against Iran’s Islamic Revolutionary Guards Corps (IRGC) Quds Force and affiliated militia groups. U.S. military forces… pic.twitter.com/HeLMFDx9zY
ગયા અઠવાડિયે, જોર્ડનમાં એક સૈન્ય મથક પર ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકી સૈનિકો માર્યા ગયા હતા અને લગભગ 40 અન્ય ઘાયલ થયા હતા. આ પછી રાષ્ટ્રપતિ જો બાઇડેને ઈરાન સમર્થિત જૂથો સામે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. તાજેતરમાં, બાઇડેને જવાબી હુમલાને મંજૂરી આપી હતી. આ પછી અમેરિકનોએ શુક્રવારે પહેલો હુમલો કર્યો.
#BREAKING American forces carried out airstrikes on Iran's Revolutionary Guards and Tehran-affiliated militia groups, hitting more than 85 targets in Iraq and Syria, the US military says pic.twitter.com/aV0K1FAOLv
— AFP News Agency (@AFP) February 2, 2024
પશ્ચિમ એશિયામાં તણાવ વધવાનો ડર
જો કે, અમેરિકી સેનાએ ઈરાનની સરહદની અંદર કોઈ ટાર્ગેટને નિશાન બનાવ્યું નથી. પરંતુ અમેરિકાના જવાબી હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. ગાઝામાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે આ વિસ્તારમાં પહેલેથી જ તણાવની સ્થિતિ છે.
આ પણ વાંચોઃ
‘અફવા છે પૂનમ પાંડેના મોતના સમાચાર’, સાથે કામ કરી ચૂકેલા એકટરે દાવો કરી કહી આ વાત
રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આવ્યા કોરોનાની ઝપેટમાં, સ્વાઈન ફ્લૂની પણ થઈ પુષ્ટિ