શોધખોળ કરો

Ashok Gehlot Corona Positive: રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત આવ્યા કોરોનાની ઝપેટમાં, સ્વાઈન ફ્લૂની પણ થઈ પુષ્ટિ

અશોક ગેહલોતે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર લખ્યું છેલ્લા થોડા દિવસી તાવ આવતો હોવાના કારણે ડોક્ટર્સની સલાહ પર તપાસ કરાવી, જેમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂની પુષ્ટિ થઈ છે.

Ashok Gehlot Corona Positive: સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યા બાદ પણ કોરોના વાયરસ હાર માની રહ્યો નથી. બદલાતા હવામાન સાથે, કોરોના વાયરસ દેશમાં ઘણી જગ્યાએ પોતાનો ફેલાવો કરી રહ્યો છે. આ દરમિયાન રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. આ સિવાય સ્વાઈન ફ્લુએ પણ તેને પોતાનો શિકાર બનાવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી.

અશોક ગેહલોતે માઈક્રોબ્લોગિંગ સાઈટ પર લખ્યું છેલ્લા થોડા દિવસી તાવ આવતો હોવાના કારણે ડોક્ટર્સની સલાહ પર તપાસ કરાવી, જેમાં કોવિડ અને સ્વાઇન ફ્લૂની પુષ્ટિ થઈ છે. આ કારણે આગામી 7 દિવસ સી મુલાકાત નહીં કરી શકું આ બદલાતા મોસમમાં તમે બધા તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.  

શિયાળામાં કોરોના વાયરસનું જોખમ વધી જાય છે

બદલાતા હવામાન વચ્ચે રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોત પણ કોરોના વાયરસનો શિકાર બન્યા છે. કારણ કે રાજસ્થાનમાં આ દિવસોમાં ભારે ઠંડી પડી રહી છે. હવામાનની પેટર્નમાં બદલાવ જોવા મળી રહ્યો છે. હવામાનના બદલાવને કારણે બાળકો અને વૃદ્ધોને મોસમી રોગોની અસર થવા લાગી છે.

વધતી જતી ઠંડીના કારણે વૃદ્ધો પર મોસમી રોગોનું પ્રમાણ વધ્યું છે. જોકે બદલાતા હવામાન સાથે આ સામાન્ય બાબત છે. પરંતુ, ખાંસી, શરદી અને અન્ય સામાન્ય રોગો બાળકો અને વૃદ્ધોને રાત્રે બેચેન બનાવે છે. તાવ, ઉધરસ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ સહિતના મોસમી રોગો પણ કાર્ડિયાક એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.

આરોગ્ય નિષ્ણાતો શું કહે છે?

સ્વાસ્થ્ય નિષ્ણાંતોના મતે હાલ સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે. તીવ્ર ઠંડીની સાથે સાથે દિવસ દરમિયાન હવામાન પણ સારું થઈ રહ્યું છે. તેથી તે સ્વાસ્થ્ય માટે પડકારરૂપ બની શકે છે. કારણ કે કોરોનાના કેસ ભલે ઓછા થયા હોય પણ તેની અસર ઓછી થઈ નથી. શિયાળાના અંતમાં દેશમાં ફરી એકવાર ચેપના કેસ વધવા લાગ્યા છે. આરોગ્ય સંસ્થાઓનું કહેવું છે કે ઠંડા હવામાનને કારણે કોરોના વાયરસ અને અન્ય ચેપ વધે છે. વર્ષ 2020માં થયેલા એક અભ્યાસ અનુસાર, કોરોના ઠંડા અને સૂકી સ્થિતિમાં લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. યુએસ સ્ટેટ વર્મોન્ટમાં કોરોના કેસમાં 70 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે ડિસેમ્બર અને જાન્યુઆરીમાં શિયાળામાં ફ્લૂ ઝડપથી વધે છે. 2022માં ફલૂનો ચેપ ઓક્ટોબરમાં જ જોવા મળ્યો હતો. આ વર્ષે નવેમ્બરમાં જ તેના કેસ આવવા લાગ્યા હતા. ફલૂથી પીડિત ઘણા લોકોમાં તેના લક્ષણો એટલા હળવા હોય છે કે તેમની તપાસ પણ કરી શકાતી નથી. તેથી દર્દીઓની સંખ્યા વધુ હોઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, કોરોના અને ફ્લૂ બંને સામે રક્ષણની જરૂર છે. દરેક વ્યક્તિએ માસ્ક પહેરવાની સાથે કોવિડ યોગ્ય વર્તનનું પાલન કરવું જોઈએ. કોરોના વાયરસથી પોતાને બચાવવા માટે, વૃદ્ધો અને બાળકોની યોગ્ય કાળજી લો. કોઈપણ પ્રકારની બેદરકારીથી બચો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mahuva Palika : મહુવા પાલિકામાં ભાજપના જ સભ્યોનો બળવો, બજેટ નામંજૂરShare Market News :  સતત બીજા દિવસે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 150 પોઇન્ટથી વધુનો ઉછાળોAhmedabad Mumbai Train : અમદાવાદ મુબંઈ વચ્ચે ફરી રેલવે વ્યવહાર શરૂ, 5 ટ્રેનો આંશિક રદ, જુઓ અહેવાલAhmedabad Crime : અમદાવાદમાં દારૂના નશામાં નબીરાની ગુંડાગીરી, પથ્થર લઈ લોકો સાથે મારામારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
અમદાવાદમાં હિમાલય મોલ પાસે નબીરાએ સર્જ્યો અકસ્માત, સ્થાનિકો સાથે પણ કરી મારામારી
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
Chhaava: PM મોદી જોશે વિક્કી કૌશલની 'છાવા', સંસદમાં આ દિવસે થશે ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
New Zealand Earthquake: ન્યૂઝીલેન્ડમાં 7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ, જાણો કેવી છે સ્થિતિ?
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ ના કરવી આ ભૂલો, આંખોની રોશની થઇ શકે છે ઓછી
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
'અમારી સામાન્ય ચૂંટણીમાં હસ્તક્ષેપ કરી શકે છે ભારત', કેનેડાની જાસૂસી એજન્સીનો દાવો
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
બદ્રીનાથ-કેદારનાથમાં ઓનલાઇન પૂજા બુકિંગ 15 એપ્રિલથી શરૂ, જાણો કેટલો લાગશે ચાર્જ?
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
DC vs LSG match highlights: રોમાંચની પરાકાષ્ઠા! છેલ્લી ઓવરમાં દિલ્હીએ લખનૌને હરાવ્યું, IPL 2025ની સૌથી મોટી ટક્કર
Embed widget