War: ઇરાનના હિઝબુલ્લા જૂથે ઇઝરાયેલ પર કર્યો બૉમ્બમારો, છોડી ડઝનેક મિસાઇલો, અમેરિકાએ મીડલ ઇસ્ટમાં મોકલી સેના
ઇઝરાયેલી સેનાએ ઉમેર્યું હતું કે લેબનોનથી પસાર થયેલા બે હિઝબોલ્લાહ ડ્રોનને હુમલા પહેલા જ તોડી પડયા હતા
Iran-Israel War: ઇઝરાયેલ અને હમાસ યુદ્ધની વચ્ચે હવે દુનિયામાં વધુ એક મોટુ યુદ્ધ શરૂ થઇ શકે છે. હાલમાં જ હિઝબુલ્લાહે "દક્ષિણ ગામો અને નાગરિક ઘરો પર દુશ્મનના હુમલાના જવાબમાં ડઝનેક કટ્યૂષા રૉકેટ અને મિસાઇલ વડે હુમલા શરૂ કરી દીધા છે. આ વાતનો દાવો ખુદ હિઝબુલ્લાહ આતંકવાદી જૂથે એક નિવેદન દરમિયાન કર્યો છે. ઈરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે દાવો કરતાં જણાવ્યું કે -તેણે શુક્રવારે ઇઝરાયેલી આર્ટિલરી સાઇટ્સ પર "ડઝનેક કાટ્યૂષા રૉકેટ"થી હૂમલો કર્ો છે. આ હુમલોઓ તેમને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હુમલાનો બદલો લેવા માટે કરવામાં આવ્યો હોવાનુ કહ્યુ છે.
એએફપીના અહેવાલમાં જણાવાયું છે કે, હિઝબુલ્લાહે "દુશ્મનના આર્ટિલરી પોઝિશન્સને ડઝનેક કાટ્યૂષા રૉકેટ વડે નિશાન બનાવ્યા છે. દક્ષિણ ગામો અને નાગરિકોના ઘરો પર દુશ્મનના હુમલાના જવાબમાં," આતંકવાદી જૂથે આ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે "લબનેનીઝ પ્રદેશમાંથી લગભગ 40 લૉન્ચની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી કેટલાકને અટકાવવામાં આવ્યા હતા, જોકે કોઈ ઈજાના અહેવાલ નથી. ”
ઇઝરાયેલી સેનાએ ઉમેર્યું હતું કે લેબનોનથી પસાર થયેલા બે હિઝબોલ્લાહ ડ્રોનને હુમલા પહેલા જ તોડી પડયા હતા. હિઝબુલ્લાહ અને ઇઝરાયેલી સૈન્ય ગયા વર્ષે ઓક્ટોબર 7 થી વારંવાર ક્રૉસ બોર્ડર ફાયરિંગ કરી રહ્યા છે જ્યારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે દક્ષિણ ઇઝરાયેલ પર હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે ગાઝામાં સંઘર્ષ સતત વધ્યો છે. લેબનોનની રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે ઇઝરાયેલે સરહદ નજીકના અનેક ગામો પર પણ બોમ્બમારો હાલમાં ચાલુ જ છે.
સમાચાર એજન્સી એએફપીના આંકડા અનુસાર, અત્યાર સુધીમાં યુદ્ધના પરિણામે લેબનોનમાં ઓછામાં ઓછા 363 જાનહાનિ થઈ છે, મુખ્યત્વે હિઝબુલ્લાહ લડવૈયાઓ પણ તેમાં લગભગ 70 નાગરિકોનો સમાવેશ થાય છે. ઇઝરાયેલની બાજુએ સૈન્યએ 10 સૈનિકો અને 8 નાગરિકોના માર્યા ગયાની માહિતી આપી છે. હિંસાને કારણે હજારો નાગરિકો સરહદની બંને બાજુએ તેમના ઘરો છોડીને ભાગી ગયા છે.