શોધખોળ કરો

જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ

Iran Israel war update: ઈરાન-ઈઝરાયલ વચ્ચે ભીષણ યુદ્ધથી ટેન્શન વધ્યું, ડોનાલ્ડ ટ્રમ્પ લાચાર, ભારતીયોને તાત્કાલિક ઈરાન છોડવા સૂચના અને શેરબજાર કડડભૂસ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ઇઝરાયલે લેબનોન પર હુમલો કર્યો, ઇરાને મિસાઈલ છોડી.
  • ઇરાનમાં ઉજવણી, ઇઝરાયલમાં વિરોધ; શાંતિની અપીલ.
  • યુદ્ધથી કાચા તેલના ભાવ વધ્યા, શેરબજાર તૂટ્યું.
  • ઇરાને ચેતવણી આપી, રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ.

Iran Israel war update: મધ્ય પૂર્વમાં માત્ર 24 કલાકની અંદર જ આખો માહોલ બદલાઈ ગયો છે. જમીન પર ચારેબાજુ વિનાશના દ્રશ્યો છે અને આકાશમાં બારૂદની ગંધ ફેલાયેલી છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે અચાનક ભડકેલા આ યુદ્ધે આખી દુનિયાના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે પશ્ચિમ ઈરાનના તમામ એરપોર્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવાયા છે અને ભારતીય નાગરિકોને કોઈપણ રીતે તાત્કાલિક ઈરાન છોડી દેવાની કડક સૂચના આપી દેવામાં આવી છે. આ બધાની વચ્ચે, અગાઉ ઈરાન સામે આકરું વલણ અપનાવનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ એકદમ લાચાર જોવા મળી રહ્યા છે, કારણ કે તેમના જ સૌથી નજીકના મિત્ર અને ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ હવે તેમની કોઈ વાત સાંભળવા તૈયાર નથી.

કેવી રીતે શરૂ થયો આ નવો સંગ્રામ?

આ નવા યુદ્ધની શરૂઆત ત્યારે થઈ જ્યારે ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો. ઈરાને પહેલાથી જ ચીમકી આપી રાખી હતી કે જો હિઝબુલ્લાહ પર હુમલો થશે તો તે ચૂપ નહીં બેસે. બસ, આ જ વાતનો બદલો લેવા ઈરાને ઈઝરાયલ પર 'ખૈબર શેકન' જેવી ખતરનાક મિસાઈલોનો વરસાદ કરી દીધો. ઈરાને પોતાની મિસાઈલો પર સ્પષ્ટ મેસેજ પણ લખ્યો હતો કે, "અમે લેબનોનને ક્યારેય એકલું નહીં છોડીએ." સોમવાર સવારથી જ આ સતત હુમલાઓને કારણે ઈઝરાયલમાં ખતરાની સાયરનો વાગી રહી છે અને લોકોમાં ભારે દહેશતનો માહોલ છે.

તેહરાનમાં ઉજવણી અને તેલ અવીવમાં વિરોધ

એક તરફ ઈઝરાયલમાં ભયનો માહોલ છે, તો બીજી તરફ ઈરાનની રાજધાની તેહરાનમાં લોકો રસ્તા પર ઉતરીને પોતાની સેનાના સમર્થનમાં નારા લગાવી રહ્યા છે અને ઈઝરાયલ પરના હુમલાની ઉજવણી કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને છેવટે સોશિયલ મીડિયા પર શાંતિ અને યુદ્ધવિરામની અપીલ કરવી પડી છે.

પરંતુ ઈઝરાયલની અંદરનો માહોલ કંઈક અલગ જ છે. ત્યાંની જનતા હવે ખુદ પોતાની સરકારની જ સામે પડી ગઈ છે. તેલ અવીવના રસ્તાઓ પર હજારો લોકો ઉતરી આવ્યા છે અને વડાપ્રધાન નેતન્યાહૂ પાસે યુદ્ધ રોકવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ આવનારી પેઢીઓને આ વિનાશક યુદ્ધમાં ધકેલવા માંગતા નથી.

આ પણ વાંચોઃ ઈરાન-ઇઝરાયલ યુદ્ધ પર ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ: ‘તાત્કાલિક ગોળીબાર બંધ કરો, શાંતિ કરાર....’

શેરબજાર તૂટ્યું, દુનિયા પર આર્થિક સંકટનો ખતરો

28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ તણાવે હવે મોટું સ્વરૂપ લઈ લીધું છે. 8 એપ્રિલે થયેલો કામચલાઉ યુદ્ધવિરામ પણ કોઈ કામમાં નથી આવ્યો. આ યુદ્ધની સીધી અસર હવે આખી દુનિયાના અર્થતંત્ર પર પડી રહી છે.

ઈરાન પાસે રણનીતિક રીતે મહત્વના 'હોર્મુઝ સ્ટ્રેટ' (જ્યાંથી દુનિયાના મોટાભાગના તેલનો સપ્લાય થાય છે) નો કંટ્રોલ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ભડકે બળ્યા છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી છે, જ્યાં સેન્સેક્સ લગભગ 800 પોઈન્ટ અને નિફ્ટી 250 પોઈન્ટ જેટલો કડડભૂસ થઈ ગયો છે. ડોલર સામે આપણો રૂપિયો પણ નબળો પડી રહ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બેંકે ચેતવણી આપી છે કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આખી દુનિયામાં મોંઘવારી બેફામ વધશે અને આર્થિક વિકાસ રુંધાઈ જશે.

હાલમાં તમામ રાજદ્વારી વાટાઘાટો નિષ્ફળ જતી દેખાઈ રહી છે. ઈરાને ભલે અત્યારે હુમલા રોકવાનો દાવો કર્યો હોય, પણ સ્પષ્ટ કહી દીધું છે કે જો લેબનોન પર ફરી હુમલો થશે તો આનો અંજામ ઘણો જ ભયંકર આવશે. હવે આખી દુનિયાની નજર એ વાત પર ટકેલી છે કે શું કોઈ મોટી ડીલ થશે કે પછી આ યુદ્ધ દુનિયાને મોટા સંકટમાં ધકેલી દેશે.

આ પણ વાંચોઃ ઈરાન-અમેરિકા વચ્ચે મહાયુદ્ધના એંધાણ: USનો રડાર પર હુમલો, કુવૈતમાં 7 મિસાઈલો તોડી પડાઈ

Frequently Asked Questions

આ નવા યુદ્ધની શરૂઆત કેવી રીતે થઈ?

ઈઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલો કર્યો, જેના બદલામાં ઈરાને ઈઝરાયલ પર 'ખૈબર શેકન' મિસાઈલોથી હુમલો કર્યો. ઈરાને કહ્યું કે તેઓ લેબનોનને ક્યારેય એકલું નહીં છોડે.

ઈરાનમાં હાલ શું પરિસ્થિતિ છે અને ભારતીય નાગરિકો માટે શું સૂચના છે?

પશ્ચિમ ઈરાનના તમામ એરપોર્ટ અનિશ્ચિત સમય માટે બંધ કરાયા છે. ભારતીય નાગરિકોને કોઈપણ રીતે તાત્કાલિક ઈરાન છોડી દેવાની કડક સૂચના અપાઈ છે.

આ યુદ્ધની વૈશ્વિક અર્થતંત્ર પર શું અસર થઈ છે?

હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનના નિયંત્રણથી કાચા તેલના ભાવ ભડક્યા છે. ભારતીય શેરબજાર તૂટ્યું છે અને દુનિયાભરમાં મોંઘવારી વધવાનો ખતરો છે.

ઈઝરાયલમાં લોકોની શું પ્રતિક્રિયા છે?

તેલ અવીવમાં હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને વડાપ્રધાન નેતન્યાહૂ પાસે યુદ્ધ રોકવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે. લોકો આગામી પેઢીઓને યુદ્ધમાં ધકેલવા માંગતા નથી.

ઈરાને ભવિષ્યના હુમલાઓ અંગે શું ચેતવણી આપી છે?

ઈરાને ભલે અત્યારે હુમલા રોકવાનો દાવો કર્યો હોય, પણ સ્પષ્ટ કહી દીધું છે કે જો લેબનોન પર ફરી હુમલો થશે તો આનો અંજામ ઘણો જ ભયંકર આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
Advertisement

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget