શોધખોળ કરો

ખામેનીની હત્યા બાદ ઈરાને જામકરણ મસ્જિદ પર ફરકાવ્યો લાલ ધ્વજ, જાણો આનો શું છે અર્થ?

Iran Israel US War: અમેરિકા અને ઈઝરાયલી સંયુક્ત હુમલાઓ બાદ, ઈરાનમાં શાસન પરિવર્તન અંગે ચર્ચા શરૂ થઈ છે. ખામેનીના મૃત્યુ બાદ, ઈરાને જામકરણ મસ્જિદ પર લાલ ધ્વજ ફરકાવ્યો.

Iran Israel US War: અમેરિકા અને ઈઝરાયેલના હુમલામાં સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુ પછી ઈરાને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. આ દરમિયાન ઈરાનની જામકરન મસ્જિદ ફરી એકવાર ચર્ચામાં છે, જે ધાર્મિક અને રાજકીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાને આ મસ્જિદના ગુંબજ પર લાલ ઝંડો ફરકાવ્યો છે. ખામેનીના મૃત્યુ પછી ન્યાય અને પ્રતિશોધ (બદલા)ના પ્રતીક તરીકે આ ઝંડો ફરકાવવામાં આવ્યો છે. શિયા પરંપરામાં તેને શહાદત અને અન્યાય વિરુદ્ધ સંઘર્ષના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

જામકરન મસ્જિદ પર લાલ ઝંડાનો અર્થ

જામકરન મસ્જિદ પર લગાવવામાં આવેલો આ લાલ ઝંડો મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ખામેનીના સમર્થકોમાં વધતા ગુસ્સા અને બદલાની ભાવનાને દર્શાવે છે. તેહરાનમાં થયેલા એરસ્ટ્રાઈકમાં ખામેનીનું મૃત્યુ થયું હતું. અમેરિકા અને ઈઝરાયેલના સંયુક્ત હુમલા બાદ હવે એ સવાલ ઊભો થયો છે કે શું આ કાર્યવાહી માત્ર સૈન્ય દબાણ છે કે ઈરાનમાં સત્તા પરિવર્તનની શરૂઆત.

અમેરિકાએ UNમાં પોતાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર (UN)માં ઈરાન વિરુદ્ધની પોતાની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું કે, અમેરિકાના સાથી દેશોની સુરક્ષા શરતો પર નિર્ભર નથી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક દરમિયાન અમેરિકાએ સૈન્ય હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતા. યુએસ એમ્બેસેડરે જણાવ્યું હતું કે, "ઈરાન દ્વારા એડવાન્સ્ડ મિસાઈલ ક્ષમતા માટે સતત પ્રયાસો કરવા અને રાજદ્વારી તકો હોવા છતાં પરમાણુ મહત્વાકાંક્ષાઓ છોડવાનો ઇનકાર કરવો એ એક ગંભીર અને વધતો જતો ખતરો છે."

ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે (1 માર્ચ 2026) ઈરાનને કોઈપણ સૈન્ય કાર્યવાહી સામે ચેતવણી આપતા કહ્યું કે, તેઓ તે દેશ પર એવી તાકાતથી હુમલો કરશે જે અગાઉ ક્યારેય જોયો નથી. ટ્રમ્પે કહ્યું, "ઈરાને હમણાં જ કહ્યું છે કે તેઓ આજે ખૂબ જ જોરદાર હુમલો કરશે, જેવો પહેલા ક્યારેય નથી થયો, પરંતુ વધુ સારું રહેશે કે તેઓ આવું ન કરે, કારણ કે જો તેઓ તેમ કરશે, તો અમે તેમના પર એવી શક્તિથી હુમલો કરીશું જે પહેલાં ક્યારેય જોઈ નથી."

ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સરકારી ટેલિવિઝન પર સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મૃત્યુની પુષ્ટિ કર્યા બાદ, તેમના હત્યારાઓને સજા કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને વચન આપ્યું છે કે તેનો જવાબ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ ઈતિહાસનો સૌથી ભયાનક હુમલો હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
પાકિસ્તાન, તુર્કી અને સાઉદીની ડિફેન્સ ડીલથી ભારત એલર્ટ: જાણો સરકારે શું આપી પ્રતિક્રિયા
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
Bashar al-Assad: સીરિયાના પૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ અસદને મોતની સજા, વૉર ક્રાઈમનો આરોપ
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
ટ્રેનમાં ભીડના કારણે રિઝર્વ સીટ પર પણ ના બેસવા મળે તો શું તમને વળતર મળશે?
Embed widget