શોધખોળ કરો

શાંતિ કરાર કે માત્ર દેખાડો? યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં જ ઈરાનની ઓઇલ રિફાઇનરી પર મોટો હુમલો

40 દિવસના ભીષણ યુદ્ધ બાદ અમેરિકા-ઈરાન વચ્ચે 14 દિવસ માટે શસ્ત્રો હેઠા મૂકવાની સંમતિ સધાઈ હતી; હુમલા બાદ અમેરિકન ઉપરાષ્ટ્રપતિએ કરારને 'નાજુક' ગણાવી તેહરાનને આપી ચેતવણી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • યુદ્ધવિરામ બાદ ઈરાનની લાવન ટાપુ પર તેલ રિફાઇનરી પર હુમલો.
  • હુમલામાં કોઈ જાનહાનિ નહીં, તપાસ ચાલુ.
  • ઈરાન માટે લાવન ટાપુ આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ.
  • યુદ્ધવિરામની જાહેરાત બાદ અમેરિકન ઉપરાષ્ટ્રપતિની ચેતવણી.

છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ બાદ માંડ બંને દેશો વચ્ચે 14 દિવસના શરતી શાંતિ કરારની જાહેરાત થઈ હતી, ત્યાં જ આ યુદ્ધવિરામ પર સવાલો ઊભા થઈ ગયા છે. યુદ્ધવિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના અત્યંત મહત્વના લાવન ટાપુ પર આવેલી એક મોટી તેલ રિફાઇનરી પર જોરદાર હુમલો થયો છે. આ ઘટનાએ આખી દુનિયાને વિચારતા કરી દીધી છે કે શું આ ખરેખર શાંતિ કરાર છે કે પછી યુદ્ધની કોઈ નવી રણનીતિ? હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે, પરંતુ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાંતિ વાટાઘાટો પહેલાં જ આ ધડાકાએ માહોલ ફરી તંગ કરી દીધો છે.

બુધવારે સવારે જ થયો ધડાકો

એસોસિએટેડ પ્રેસ (AP) દ્વારા ઈરાનના સરકારી ટેલિવિઝનને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટ મુજબ, શરતી યુદ્ધવિરામની જાહેરાત થઈ તેના થોડા જ કલાકો પછી બુધવારે સવારે લાવન ટાપુ પર આ મોટો હુમલો કરવામાં આવ્યો હતો. સ્થાનિક સમય પ્રમાણે સવારે 10:00 વાગ્યે રિફાઇનરીમાં હુમલો થયો હતો. ઘટનાની ગંભીરતાને જોતાં આગ પર કાબૂ મેળવવા માટે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરી દેવામાં આવી હતી. રાહતની વાત એ છે કે હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. ઈરાની અધિકારીઓ અત્યારે એ તપાસમાં લાગ્યા છે કે શાંતિ કરાર લાગુ થયાના તરત જ આ રિફાઇનરીને કોણે નિશાન બનાવી.

ઈરાન માટે લાવન ટાપુ આટલો મહત્વનો કેમ છે?

પર્શિયન ગલ્ફ (અખાત) માં આવેલો લાવન ટાપુ ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે ઘણો અગત્યનો છે. તે લગભગ 78 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલો છે. ઈરાન આ ટાપુ પરથી જંગી માત્રામાં ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે. અહીં એક બહુ મોટું ક્રૂડ ઓઈલ એક્સપોર્ટ ટર્મિનલ આવેલું છે અને મોટા પાયે તેલને રિફાઇન કરવાનું કામ પણ ત્યાં જ થાય છે. આ ઉપરાંત, આ લાવન ગેસ ક્ષેત્ર પ્રખ્યાત હોર્મુઝ સ્ટ્રેટથી લગભગ 450 થી 500 કિલોમીટર પશ્ચિમમાં સ્થિત છે. આવા આર્થિક રીતે સંવેદનશીલ સ્થળ પર હુમલો થવો એ ઈરાન માટે બહુ મોટો ફટકો છે.

અમેરિકન ઉપરાષ્ટ્રપતિની ચેતવણી

ઉલ્લેખનીય છે કે, 40 દિવસના સતત સંઘર્ષ બાદ અમેરિકા અને ઈરાન આગામી 2 અઠવાડિયા સુધી એકબીજા પર હુમલો ન કરવા માટે સંમત થયા છે. પરંતુ આ હુમલા વચ્ચે, હંગેરીમાં એક કાર્યક્રમમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સંબોધિત કરતી વખતે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ આ યુદ્ધવિરામને ખૂબ જ 'નાજુક કરાર' ગણાવ્યો છે. એટલું જ નહીં, આ અઠવાડિયાના અંતમાં પાકિસ્તાનમાં યોજાનારી વાટાઘાટો શરૂ થાય તે પહેલાં જ તેમણે ઈરાન (તેહરાન) ને ખુલ્લી ચેતવણી પણ આપી દીધી છે, જે સૂચવે છે કે બંને દેશો વચ્ચે હજુ પણ અવિશ્વાસનો માહોલ છે.

Frequently Asked Questions

યુદ્ધવિરામના જાહેરાતના કેટલા સમય બાદ લાવન ટાપુ પર હુમલો થયો?

યુદ્ધવિરામની જાહેરાતના થોડા જ કલાકોમાં, બુધવારે સવારે લાવન ટાપુ પર હુમલો થયો હતો.

લાવન ટાપુ પર થયેલા હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે?

સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી હતી.

ઈરાન માટે લાવન ટાપુ આટલો મહત્વનો કેમ છે?

લાવન ટાપુ ઈરાન માટે વ્યૂહાત્મક અને આર્થિક રીતે ખૂબ જ મહત્વનો છે. અહીંથી ક્રૂડ ઓઈલની નિકાસ થાય છે અને તેલ રિફાઇનિંગનું પણ કામ થાય છે.

અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ આ યુદ્ધવિરામને શું ગણાવ્યો છે?

અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ આ યુદ્ધવિરામને ખૂબ જ 'નાજુક કરાર' ગણાવ્યો છે અને ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
ઈરાનનો ચોંકાવનારો ધમકીભર્યો વીડિયો: શું નિશાના પર છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો પરિવાર?
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
Japan Earthquake: જાપાનમાં 7.1 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
અમેરિકા પાસે મિસાઈલો ખૂટી? જાણો કયા ભયથી ટ્રમ્પે ઈરાન પર હુમલા રોકવાનો આદેશ આપ્યો
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?
ટ્રમ્પનો 17 દેશો પર ટેરિફ બોમ્બ! ભારત-પાકિસ્તાન પર કેટલા ટકા વધારાનો ટેરિફ લાગ્યો?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
લોકસભામાં ભારે હોબાળા વચ્ચે એન્ટી પેપર લીક બિલ પાસ, ગૃહની કાર્યવાહી કાલ સુધી સ્થગિત
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: કાલથી વરસાદ ભૂક્કા બોલાવશે, અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
Rule Change 1st August: 1 ઓગષ્ટથી બદલાશે 5 મોટા નિયમ, LPG થી લઈ રેલવે ટિકિટ, જાણો અહીં
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
વૈભવ સૂર્યવંશીએ ICC Rankings માં તહેલકો મચાવ્યો, જાણો ક્યાં સ્થાન પર પહોંચી ગયો
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
Embed widget