શોધખોળ કરો

જાણો કોણ છે મોજતબા ખામેની? નવા સુપ્રીમ લીડર મળતા જ ઈરાને બતાવ્યું રૌદ્ર સ્વરુપ,ઇઝરાયલ પર કર્યો મિસાઇલ એટેક

Israel-Iran War: ઈરાનને આખરે તેનો નવો સુપ્રીમ લીડર મળી ગયો છે. આયાતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ટ્રમ્પની ધમકીઓ બાદ ઈરાને આ નિર્ણય લીધો છે.

Israel-Iran War: ઈરાનના સુપ્રીમ લીડર અલી ખામેનીના મૃત્યુ પછી પણ અમેરિકા-ઈઝરાયેલના હુમલા સતત ચાલુ છે. આ દરમિયાન ઇસ્લામિક રિપબ્લિકને નવા સર્વોચ્ચ નેતા મળી ગયા છે. ઈરાની સરકારી મીડિયા અનુસાર, આયતુલ્લાહ અલી ખામેનીના પુત્ર મોઝતબા ખામેનીને સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 56 વર્ષના મોઝતબા ખામેની પણ તેમના પિતાની જેમ જ કટ્ટરપંથી ધર્મગુરુ છે. તમને જણાવી દઈએ કે ઈરાનમાં સુપ્રીમ લીડર એક એવું પદ છે જે ઈરાનના તમામ મામલાઓમાં અંતિમ નિર્ણય લેવાનો અધિકાર ધરાવે છે અને રાષ્ટ્રપતિ કરતા પણ વધુ શક્તિશાળી હોય છે.

મોઝતબાને આ પદ કેવી રીતે મળ્યું?

મોઝતબા ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના નજીકના માનવામાં આવે છે. અલી ખામેનીના મૃત્યુ પછીથી મોઝતબાનું નામ જ આ પદ માટે સૌથી આગળ ચાલી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર હુમલા શરૂ કર્યા બાદ આયતુલ્લાહ અલી ખામેનીની હત્યા કરી દેવામાં આવી હતી. ઈરાનની સત્તાધારી વિચારધારા વંશના આધારે ઉત્તરાધિકારને નાપસંદ કરે છે, તેમ છતાં IRGC ની અંદર અને તેમના દિવંગત પિતાના પ્રભાવશાળી કાર્યાલયમાં તેમનો એક શક્તિશાળી સમર્થક વર્ગ છે, આ જ કારણે તેમને આ પદ મળ્યું છે.

હાઈસ્કૂલ પછી ઈસ્લામિક સૈન્ય કોર્પ્સમાં જોડાયા મોઝતબા ખામેની

અલી ખામેનીના બીજા પુત્ર છે. તેમનો જન્મ 1969 માં મશહદમાં થયો હતો. આ એ સમય હતો જ્યારે 1979 ની ઇસ્લામિક ક્રાંતિના લગભગ દસ વર્ષ પહેલા ઈરાનમાં શાહનું શાસન હતું. મોઝતબા ખામેની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સાથેના નજીકના સંબંધો માટે જાણીતા છે. હાઈસ્કૂલ પૂર્ણ કર્યા પછી તેમણે 1987 માં ઇસ્લામિક સૈન્ય કોર્પ્સમાં પ્રવેશ કર્યો. તેમણે 1980 થી 1988 સુધી ચાલેલા ઈરાન-ઈરાક યુદ્ધના અંતિમ તબક્કામાં સેવા આપી હતી. તેના પછીના જ વર્ષે 1989 માં, રુહોલ્લાહ ખુમેનીના નિધન બાદ તેમના પિતા અલી ખામેનીને ઈરાનના સુપ્રીમ લીડર નિયુક્ત કરવામાં આવ્યા હતા.

'એક ઉસ્તાદના પુત્ર' પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ

2005 માં જ્યારે રૂઢિચુસ્ત નેતા મહમૂદ અહમદીનેજાદ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, ત્યારે સુધારવાદીઓએ મોઝતબા પર આરોપ લગાવ્યો હતો કે તેમણે ધાર્મિક નેતાઓ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથે મળીને અહમદીનેજાદની જીતમાં ભૂમિકા ભજવી હતી. સુધારવાદી નેતા મેહદી કર્રુબીએ 'એક ઉસ્તાદના પુત્ર' પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે અલી ખામેનીએ પોતાના પુત્રનો બચાવ કરતા કહ્યું હતું કે તે 'પોતે ઉસ્તાદ છે, માત્ર કોઈ ઉસ્તાદનો પુત્ર નથી.'

અત્યાર સુધી કોણ ચલાવતું હતું ઈરાન

અલી ખામેનીના નિધન બાદ ઈરાનમાં એક વ્યક્તિ નહીં પરંતુ 3 લોકોની વચગાળાની કાઉન્સિલ જ દેશની સર્વોચ્ચ જવાબદારી સંભાળી રહી હતી. તેમાં અલીરેઝા અરાફી (વચગાળાના સુપ્રીમ લીડર), રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન અને ઈરાનના ચીફ જસ્ટિસ ગુલામ હુસૈન મોહસેની-એજેઈ સામેલ છે. મોઝતબાનું નામ સામે આવતા પહેલા એસેમ્બલીના 88 સભ્યોમાંથી એક એશકેવારીએ ઈરાની મીડિયામાં પ્રકાશિત એક વીડિયોમાં કહ્યું હતું કે ખામેનીનું નામ કાયમ રહેશે.

ત્યારે જ અંદાજ લગાવવામાં આવતો હતો કે મોઝતબા ખામેનીના નામ પર મહોર લાગી ગઈ છે. એશકેવારીએ જ જણાવ્યું હતું કે મતદાન થઈ ચૂક્યું છે અને પરિણામો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઈઝરાયેલ અને ડોનાલ્ડ ટ્રમ્પ બંને નવા સુપ્રીમ લીડરને લઈને કડક ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું છે કે જરૂર પડશે તો નવા નેતાને પણ નિશાન બનાવી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે આગામી સુપ્રીમ લીડરની પસંદગીમાં તેમની ભૂમિકા હોય, પરંતુ ઈરાને આ માંગને સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. રવિવારે પણ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાનના આગામી સુપ્રીમ લીડર મારી મંજૂરી વિના વધુ દિવસ ટકી શકશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર નેતન્યાહુએ મારી 'ચોકડી', કહ્યું - અમારી સેના તો હમાસના...
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Embed widget