શોધખોળ કરો

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી ગુસ્સે ભરાયું ઇરાન, શાંતિ મંત્રણા અધવચ્ચે જ છોડી, કહ્યું - હવે અમારી સેના...

zurich talks suspended: અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી બેઠક જોખમમાં; ટ્રમ્પે હિઝબુલ્લાહ મુદ્દે હુમલાની ધમકી આપતા ઈરાને કહ્યું- 'અમારી સેના જવાબ આપવા તૈયાર છે.'

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ટ્રમ્પની ધમકીઓ બાદ અમેરિકા-ઈરાન વાટાઘાટો ઝુરિચમાં સ્થગિત થઈ.
  • ઈરાની પ્રતિનિધિમંડળે બેઠક છોડતા ચર્ચા માત્ર 80 મિનિટ ચાલી.
  • અમેરિકાએ લેબનોનના સંગઠનો રોકવા, નહીં તો મોટા હુમલાની ધમકી આપી.
  • ઈરાને અમેરિકી ધમકીઓ ફગાવી, સેનાને હાઈ એલર્ટ પર રાખી.

zurich talks suspended: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીઓ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લેન્ડમાં ચાલી રહેલી હાઈ-લેવલ શાંતિ વાટાઘાટો જોખમમાં મુકાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણથી ગુસ્સે ભરાયેલા ઈરાની પ્રતિનિધિમંડળે બેઠક સ્થળ છોડી દીધું છે, જેના કારણે બંને દેશો વચ્ચેની ચર્ચા અધવચ્ચે જ અટકી ગઈ છે. ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી હતી કે જો તે લેબનોનમાં હિઝબુલ્લાહ અને અન્ય સંગઠનોને રોકશે નહીં તો અમેરિકા તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે. આ ધમકીના જવાબમાં ઈરાને પણ આકરો પ્રતિકાર કરતા પોતાની સેનાને કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે હાઈ એલર્ટ પર મૂકી દીધી છે.

માત્ર 80 મિનિટ ચાલી શકી બેઠક

પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતા હેઠળ સ્વિટ્ઝર્લેન્ડના ઝુરિચમાં બંને દેશો વચ્ચે આ મહત્વની વાટાઘાટો શરૂ થઈ હતી. પરંતુ, ટ્રમ્પના નિવેદન બાદ રવિવારે આ ચર્ચાને અસ્થાયી રૂપે રોકી દેવી પડી છે. આ બેઠકનો પ્રથમ રાઉન્ડ માત્ર 80 મિનિટ સુધી જ ચાલી શક્યો હતો. ઇરાની સ્ટેટ ટેલિવિઝનના જણાવ્યા મુજબ, આ ટૂંકી વાતચીત દરમિયાન બંને દેશો વચ્ચે પરમાણુ કાર્યક્રમ અંગે કોઈ ચર્ચા થઈ નહોતી. આખી ચર્ચા માત્ર તેહરાન અને વોશિંગ્ટન વચ્ચેના એમઓયુ (MoU) ના અમલીકરણ અને લેબનોનની વર્તમાન પરિસ્થિતિ પર જ કેન્દ્રિત હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે શું આપી હતી ધમકી?

વાટાઘાટો દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર દબાણ લાવતા કહ્યું હતું કે, "ઈરાને લેબનોનમાં સક્રિય તેના પ્રોક્સી સંગઠનોને મુશ્કેલીઓ ઊભી કરતા તાત્કાલિક રોકવા જોઈએ, કારણ કે તેમને તેહરાન તરફથી મોટું ફંડ મળે છે. જો ઈરાન તેમને રોકવામાં નિષ્ફળ જશે, તો અમે ગયા અઠવાડિયે કર્યો હતો તેના કરતાં પણ વધુ શક્તિશાળી અને મોટો સૈન્ય હુમલો ઈરાન પર કરીશું."

આ પણ વાંચોઃ ઈરાને ફરી બંધ કર્યું 'હોર્મુઝ સ્ટ્રેટ', અમેરિકા-ઈઝરાયેલ પર લગાવ્યો વિશ્વાસઘાતનો આરોપ

ઈરાનનો અમેરિકાને જડબાતોડ જવાબ

અલ જઝીરાના અહેવાલ મુજબ, ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ ગાલિબાફે અમેરિકાની આ ધમકીઓને સદંતર ફગાવી દીધી છે. તેમણે અમેરિકાને પોતાના નિવેદનો પ્રત્યે સાવધ રહેવાની ચેતવણી આપતા જણાવ્યું કે, "અમેરિકાની આવી ગર્ભિત ધમકીઓથી ઈરાન ડરવાનું નથી. અમારી સેના કોઈપણ પ્રકારના વિદેશી હુમલાનો સામનો કરવા અને તેનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરતી સક્ષમ અને સંપૂર્ણ તૈયાર છે." ઈરાન આ મંત્રણા અધવચ્ચે છોડીને ચાલ્યું જતાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરે બંને દેશો વચ્ચે તણાવ વધુ વધવાની આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચોઃ વેનેઝુએલા-ઈરાન પછી અમેરિકાના નિશાના પર કયો દેશ? ડોનાલ્ડ ટ્રમ્પના ઈન્ટરવ્યુથી ખળભળાટ

Frequently Asked Questions

ઝુરિચમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો શા માટે સ્થગિત કરવામાં આવી?

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ધમકીઓ બાદ ઈરાની પ્રતિનિધિમંડળે બેઠક સ્થળ છોડી દીધું, જેના કારણે બંને દેશો વચ્ચેની ચર્ચા અધવચ્ચે જ રોકી દેવામાં આવી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કઈ ધમકી આપી હતી?

ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો ઈરાન લેબનોનમાં હિઝબુલ્લાહને રોકશે નહીં તો અમેરિકા તેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કરશે.

ટ્રમ્પની ધમકી પર ઈરાને કેવો પ્રતિકાર કર્યો?

ઈરાને અમેરિકાની ધમકીઓ ફગાવી દીધી અને પોતાની સેનાને કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે હાઈ એલર્ટ પર મૂકી દીધી. તેમણે અમેરિકાને નિવેદનો પ્રત્યે સાવધ રહેવા ચેતવ્યું.

ઝુરિચમાં યોજાયેલી વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ કેટલો સમય ચાલ્યો?

પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતા હેઠળ શરૂ થયેલી આ મહત્વની વાટાઘાટોનો પ્રથમ રાઉન્ડ માત્ર 80 મિનિટ સુધી જ ચાલી શક્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
General Knowledge: અંતરિક્ષમાં માણસ રડી પણ શકતો નથી, આંખોમાંથી બહાર કેમ નથી આવતા આંસુ?
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget