(Source: ECI/ABP News/ABP Majha)
Iranian Student: ઇરાનમાં કૉલેજ છોકરીએ જાહેરમાં કપડાં ઉતાર્યા, પછી જે થયું તે જોઇને રહી જશો દંગ
Iranian Student Strips: માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયોએ વ્યાપક ચર્ચાને જન્મ આપ્યો છે. જેમાં ઘણા લોકો મહિલાની હિંમતના વખાણ કરી રહ્યા છે
Iranian Student Strips: ઈરાનમાં એક વિદ્યાર્થીના અનોખા પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, એક ઈરાની વિદ્યાર્થી કથિત રીતે તેની યૂનિવર્સિટીના કડક ડ્રેસ કૉડના વિરોધમાં તેના કપડાં ઉતારે છે. આ ઘટનાએ માત્ર ઈરાનમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
સુરક્ષા અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ શારીરિક સતામણી કર્યા બાદ વિદ્યાર્થીનીની ધરપકડ કરવામાં આવી હતી. ઘણી વૈશ્વિક મહિલાઓ અને સામાજિક સંસ્થાઓએ વિદ્યાર્થીની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગ કરી છે. માહિતી અનુસાર, સંગઠને દાવો કર્યો છે કે વિદ્યાર્થીની ધરપકડ દરમિયાન શારીરિક અને જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં આ મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થાય તેવી માંગ ઉઠી છે. આ ઉપરાંત તેને તેના પરિવાર અને વકીલને મળવાનો અધિકાર આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.
સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ
અન્ય વિદ્યાર્થીનીઓએ આ ઘટનાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેદ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ વીડિયોએ વ્યાપક ચર્ચાને જન્મ આપ્યો છે. જેમાં ઘણા લોકો મહિલાની હિંમતના વખાણ કરી રહ્યા છે. જોકે, આ મામલામાં મહિલાની ઓળખ અંગે કોઈ માહિતી જાહેરમાં શેર કરવામાં આવી નથી.
યૂનિવર્સિટીના જનસંપર્ક નિદેશકે કહી દીધી મોટી વાત
યૂનિવર્સિટીના જનસંપર્ક નિર્દેશક સૈયદ આમિર મહજૂબે જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓએ વિદ્યાર્થીને પોલીસને હવાલે કર્યો હતો અને કોઈ શારીરિક સંઘર્ષ થયો હોવાનો ઈન્કાર કર્યો હતો. તેણે એમ પણ કહ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડિત છે અને તે પહેલાથી જ ગંભીર તણાવમાં હતી.
ઇરાનમાં મહિલાઓની સ્થિતિ ગંભીર
દરમિયાન, કેટલાક સમાચાર સ્ત્રોતોએ અહેવાલ આપ્યો છે કે ગુપ્તચર એજન્ટો દ્વારા મહિલાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવી છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા એક સ્થાનિક સમાચારમાં કહેવામાં આવ્યું છે કે મહિલાને મનોચિકિત્સક હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. આ સ્થિતિ ઈરાની સમાજમાં મહિલાઓના અધિકારો માટે ચાલી રહેલા સંઘર્ષને દર્શાવે છે.
આ પણ વાંચો