શોધખોળ કરો

ઇસ્લામાબાદ વાટાઘાટો પહેલા ટ્રમ્પની ઈરાનને ધમકી: ‘હવે કોઈ યુદ્ધવિરામ નહીં, સીધા બોમ્બ....’

Trump Iran threats: અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદ 2.0 વાટાઘાટો પહેલા તણાવ વધ્યો, ચીન અને બ્રિટનની શાંતિ અપીલ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકાની શાંતિ વાટાઘાટો ચર્ચા હેઠળ.
  • ટ્રમ્પે ઈરાનને ચેતવ્યું, યુદ્ધવિરામ તૂટ્યે બોમ્બ વરસાવશે.
  • ઈરાન અવિશ્વાસ વ્યક્ત કરે, શાંતિ માટે પહેલાંના વચનો જરૂરી.
  • ચીન, બ્રિટન શાંતિ મંત્રણા માટે સક્રિય, સંવાદ પર ભાર.

Islamabad Talks 2.0: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં સૂચિત '2.0 વાટાઘાટો' અંગે હજુ સસ્પેન્સ અકબંધ છે, ત્યારે જ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ધમકી આપીને સનસનાટી મચાવી દીધી છે. એક તરફ શાંતિ મંત્રણાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ ટ્રમ્પે ચીમકી આપી છે કે જો યુદ્ધવિરામ તૂટ્યો તો હવે ઈરાન પર માત્ર બોમ્બ જ વરસશે. આ દરમિયાન ચીન અને બ્રિટન જેવા દેશો પણ સક્રિય થઈ ગયા છે અને શાંતિની અપીલ કરી રહ્યા છે. ચાલો જાણીએ આ ગંભીર વૈશ્વિક મુદ્દે અત્યારે શું ચાલી રહ્યું છે.

ઇસ્લામાબાદ 2.0 વાટાઘાટો અને ઈરાનનું વલણ

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિને શાંત કરવા ઇસ્લામાબાદમાં 2.0 વાટાઘાટોની ચર્ચા છે. મળતા અહેવાલો મુજબ, અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના નેતૃત્વમાં એક ડેલિગેશન પાકિસ્તાન આવી રહ્યું છે. સામે પક્ષે, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન પણ પોતાના વલણ પર મક્કમ છે. જોકે, તેમણે એવા સંકેતો ચોક્કસ આપ્યા છે કે તેઓ હવે આ યુદ્ધનો અંત લાવીને પોતાના દેશના વિકાસ અને પુનઃનિર્માણ પર ધ્યાન આપવા માંગે છે.

ટ્રમ્પની ખતરનાક ધમકી

પરંતુ, આ શાંતિની આશાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે PBS ન્યૂઝને આપેલી મુલાકાતમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ટ્રમ્પે સીધી ચેતવણી આપતા કહ્યું કે, "જો ઈરાન સાથેનો યુદ્ધવિરામ પૂરો થયો, તો હવે ત્યાં ઘણા બોમ્બ પડવા લાગશે." તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમેરિકાની પહેલી અને મુખ્ય માંગ એ જ છે કે ઈરાન પાસે કોઈ પણ ભોગે પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ. અમેરિકા જ્યારે વાટાઘાટોના ટેબલ પર આવવાની તૈયારી કરી રહ્યું છે, ત્યારે જ ટ્રમ્પના આ નિવેદને વાતાવરણ ડહોળી નાખ્યું છે.

ઈરાનનો અમેરિકા પર અવિશ્વાસ

ટ્રમ્પની આ ધમકી અને અમેરિકાના વલણથી ઈરાને પણ જાહેરમાં અમેરિકા પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને સ્પષ્ટ કહી દીધું છે કે, જો અગાઉ આપેલા વચનો પાળવામાં આવે તો જ આ વાટાઘાટોનો કોઈ અર્થ રહેશે. તેમણે ફરી યાદ અપાવ્યું કે ઈરાન કોઈના દબાણ સામે ઝૂકવાનું નથી અને અમેરિકાનું વલણ હંમેશાં વિરોધાભાસી અને બિન-રચનાત્મક જ રહ્યું છે.

વૈશ્વિક દેશોની એન્ટ્રી અને શાંતિની અપીલ

આ ભયાનક તણાવ વચ્ચે હવે વૈશ્વિક મહાસત્તાઓ પણ મેદાનમાં આવી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ સાથે વાતચીત કરીને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની અવરજવર સામાન્ય બનાવવા અને વાતચીતથી ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે. બીજી બાજુ, બ્રિટનના વિદેશ પ્રધાન યવેટ કૂપરે પણ ટોક્યોમાં જાપાનના વિદેશ પ્રધાન તોશિમિત્સુ મોટેગી સાથે મુલાકાત કરીને હોર્મુઝ સ્ટ્રેટ જલ્દી ખોલવા અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાઓનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

ટૂંકમાં, અત્યારે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ છે, જ્યાં એક તરફ શાંતિના પ્રયાસો છે તો બીજી તરફ અવિશ્વાસ અને લશ્કરી કાર્યવાહીની ધમકીઓ સમગ્ર પ્રદેશને અસ્થિર બનાવી રહી છે.

Frequently Asked Questions

ઇસ્લામાબાદ 2.0 વાટાઘાટો શા માટે યોજાઈ રહી છે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને શાંત કરવા અને યુદ્ધ જેવી સ્થિતિને ટાળવા માટે આ વાટાઘાટો યોજાઈ રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાન વિશેની મુખ્ય માંગ શું છે?

ટ્રમ્પની મુખ્ય માંગ છે કે ઈરાન પાસે કોઈ પણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો ન હોવા જોઈએ.

ઈરાન અમેરિકા પર શા માટે અવિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે?

ઈરાનના રાષ્ટ્રપતિએ જણાવ્યું છે કે અમેરિકાનું વલણ વિરોધાભાસી રહ્યું છે અને અગાઉ આપેલા વચનોનું પાલન થાય તો જ વાટાઘાટોનો અર્થ છે.

શાંતિ માટે ચીન અને બ્રિટન જેવા દેશો શું કરી રહ્યા છે?

ચીન અને બ્રિટન શાંતિની અપીલ કરી રહ્યા છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની અવરજવર સામાન્ય બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
શું ટ્રમ્પ ઈરાન પર પરમાણુ બોમ્બ ઝીંકશે? કોંગ્રેસવુમનના ચોંકાવનારા દાવાથી મચ્યો હોબાળો
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
FIAએ 44મા વાર્ષિક 'ઈન્ડિયા ડે'ની કરી ઉજવણી, 'તારક મહેતા...'ની ટીમ રહી હાજર
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget