શોધખોળ કરો
Advertisement
ISએ લીધી શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી, અત્યાર સુધીમાં 300ના મોત
શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે. રોયટર્સે અમાક ન્યૂઝ એજન્સીના હવાલાથી આ સમાચારની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ આતંકી હુમલમાં મંગળવાર સુધીમાં બ્લાસ્ટમાં મૃત્યું પામેલા લોકોની સંખ્યા 300 સુધી પહોંચી છે.
કોલંબો: શ્રીલંકામાં થયેલા આતંકી હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી છે. રોયટર્સે અમાક ન્યૂઝ એજન્સીના હવાલાથી આ સમાચારની પુષ્ટિ કરી છે. આ આતંકી હુમલામાં મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ આતંકી હુમલમાં મંગળવાર સુધીમાં બ્લાસ્ટમાં મૃત્યું પામેલા લોકોની સંખ્યા 300 સુધી પહોંચી છે. રવિવારે ઈસ્ટર પર શ્રીલંકામાં અલગ-અલગ 8 જગ્યાઓ પર બ્લાસ્ટ થયા હતા.
શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટમાં મૃતકોમાં 10 ભારતીયો પણ સામેલ છે. 300માંથી કુલ 45 વિદેશી લોકો સામેલ છે. શ્રીલંકામાં આજે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે, આ સત્રમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપવામાં આવશે. આજે દેશમાં શોક દિવસમાં મનાવવામાં આવી રહ્યો છે. આ બ્લાસ્ટમાં જે 10 ભારતીયોના મોત થયા છે, તેમાં કર્ણાટકના રહેવાસી બે જેડીએસ કાર્યકર્તાઓ પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.Reuters: Islamic State claims responsibility for Sri Lanka bombings through its Amaq news agency. pic.twitter.com/Rus0kDmbJv
— ANI (@ANI) April 23, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement