શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા ઇઝરાયલ કરશે લોકોના ફોન ટ્રેક, થઇ રહ્યો છે વિરોધ
કાઉન્ટર ટેરરિઝમ માટે બનાવવામાં આવેલી ટેકનોલોજી મારફતે કોરોના વાયરસના પેશન્ટને ટ્રેક કરવામાં આવશે. આ પ્રથમ અવસર છે જ્યારે આ પ્રકારની ટેકનોલોજી સામાન્ય લોકો પર યુઝ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસથી બચવા માટે દુનિયાભરમાં અલગ અલગ ઉપાયો થઇ રહ્યા છે પરંતુ અત્યાર સુધીમાં કેટલાક સોલિડ રસ્તો મળ્યો નથી. ઇઝરાયલ કોરોના વાયરસ સામે લડવા માટે ત્યાંના લોકો પર જ જાસૂસી કરવાની તૈયારીમાં છે.
કાઉન્ટર ટેરરિઝમ માટે બનાવવામાં આવેલી ટેકનોલોજી મારફતે કોરોના વાયરસના પેશન્ટને ટ્રેક કરવામાં આવશે. આ પ્રથમ અવસર છે જ્યારે આ પ્રકારની ટેકનોલોજી સામાન્ય લોકો પર યુઝ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પ્રકારની ટેકનોલોજી અત્યાર સુધી ફક્ત કાઉન્ટર ટેરરિઝમ માટે ઉપયોગમાં લેવાતી હતી. આ નિર્ણયને લઇને પ્રાઇવેસી સાથે જોડાયેલા સવાલો ઉભા થયા છે. નિષ્ણાંતો આ વાતને લઇને સવાલો ઉઠાવી રહ્યા છે.
આ ટ્રેકિંગ ટૂલ ઇઝરાયલમાં ઇમરજન્સી રેગ્યુલેશન મારફતે લગાવવામાં આવ્યું છે. કોરોનાને લઇને લોકોના ફોન ટ્રેક કરવાના આ પગલાને લઇને ઇઝરાયલના વડાપ્રધાન વિરુદ્ધ લોકો વિરોધ કરી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર, આ ટ્રેકિંગ ટુલ પ્રથમવાર ઇઝરાયલમાં ત્યાંના નાગરિકો માટે ઉપયોગમાં આવશે. આ એક પ્રકારનું સ્પાય ટૂલ છે જેનાથી કોરોના વાયરસના દર્દી અને શંકાસ્પદને શોધવા માટે તેનો ફોન સુધી ટ્રેક કરવામાં આવી શકે છે. આ ટૂલ મારફતે જાણી શકાશે કે કોઇ વ્યક્તિ કોરોનાના દર્દીના સંપર્કમાં આવ્યો છે કે નહીં. ઇઝરાયલની સિક્યોરિટી એજન્સી ત્યાં કોઇ પણ વ્યક્તિને નેશનલ આઇડી અને સેલ ફોન નંબર મારફતે ટ્રેક કરવામાં સક્ષમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion