શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કોંગોમાં યૂએનના કાફલામાં મુસાફરી દરમિયાન ઈટલીના રાજદૂતની હત્યા
પૂર્વી ડીઆરસી (ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો) માં ઇટાલીના રાજદૂત લૂકા અતાનાસિયોની હત્યા કરવામાં આવી હતી.
નવી દિલ્હી : પૂર્વી ડીઆરસી (ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો) માં ઇટાલીના રાજદૂત લૂકા અતાનાસિયોની હત્યા કરવામાં આવી હતી. લૂકા અતાનાસિયો યુએનના કાફલા સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેની પર હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ઇટાલીના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં આ માહિતી આપી છે. સવારે 10: 15 વાગ્યે કાફલા પર હુમલો થયો હતો, રોયટર્સે વિરુંગા નેશનલ પાર્કના નિવેદનની ટાંકીને આ માહિતી આપી હતી.
હુમલો અપહરણના પ્રયાસ દરમિયાન કરવામાં આવ્યો હતો. રોયટર્સે વિરુંગા નેશનલ પાર્કના નિવેદનની ટાંકીને આ માહિતી આપી. આ હુમલામાં ઇટાલિયન રાજદૂતની સાથે ઇટાલિયન પોલીસ અધિકારીનું પણ મોત થયું હતું.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960 માં કોંગોને સ્વતંત્રતા મળી અને ત્યારબાદ જાન્યુઆરી 2019 માં પહેલી વાર લોકશાહી અને શાંતિપૂર્ણ રીતે સત્તામાં પરિવર્તન આવ્યું અને ફેલિક્સ ત્સિસ્કેડી રાષ્ટ્રપતિ બન્યા. તેમણે વિવાદિત ચૂંટણીમાં શક્તિશાળી જોસેફ કબિલા પાસેથી સત્તા મેળવી. ચુંટણીના ડેટા લીક થયાના કહેવા મુજબ, આ ચૂંટણીમાં મોટાપાયે ધાંધલપણા થયા હોવાના આક્ષેપો અને કબીલા દ્વારા ત્સિસ્કેડીને સત્તામાં લાવવાનો ગુપ્ત કરાર હોવાના આક્ષેપો થયા હતા.
સમાન અને સ્રોતથી સમૃદ્ધ કોંગોમાં પશ્ચિમ યુરોપમાં ઘણા દાયકાઓથી ભ્રષ્ટ સરમુખત્યારશાહી છે. આ સાથે, ઘણાં ગૃહ યુદ્ધો પણ થયા અને બાદમાં ઘણા પાડોશી દેશો સાથે વિવાદ થયો. સંયુક્ત રાષ્ટ્રના મિશન અંતર્ગત, શાંતિ સ્થાપિત કરવા અને કોંગોના વહીવટને સુરક્ષા કાર્ય સોંપવા માટે 15,000 સૈનિકો તૈનાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
સમાચાર
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion