શોધખોળ કરો

કોરોના વાયરસ: ઈટલીમાં 100થી વધુના મોત, શાળા કોલેજો બંધ કરાયા

આ ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે.

ચીન સહિત દુનિયાભરમાં કોરોના વાયરસ એક ભયાનક ખતરો બની ગયો છે. કોરોના વાયરસના કારણે ચીનમાં 3000થી વધુ લોકોના મોત થયા છે. આ ખતરનાક કોરોના વાયરસના કારણે ઈટલીમાં અત્યાર સુધીમાં 109 લોકોના મોત થયા છે. આ ખતરનાક વાયરસથી અસર પામેલાની સંખ્યા વધીને 3 હજારને પાર પહોંચી છે. યુરોપના દેશોમાં ઈટલી પહેલો દેશ છે, જ્યાં કોરોનાએ આટલી ભયાનક તબાહી મચાવી છે. ઈટલીમાં નિષ્ણાંતોએ લોકોને એક બીજાથી એક મીટરનું અંતર રાખીને ચાલવા અને રહેવાની સલાહ આપી છે. સ્થાનિક પ્રશાસને સિનેમા અને થિયેટરો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક લોકોને સલાહ અપાય છે કે એકબીજા સાથે હાથ ન મિલાવવા અને ભેટવું નહીં. સરકારના તમામ પ્રયાસો પછી પણ ઈટલીમાં પરિસ્થિતિ કાબુ હેઠળ નથી આવી રહી અને કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે. ઈટલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ 15મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વડાપ્રધાન પાલાઝો ચિગીએ વધુ નોટિસ ન મળે ત્યાં સુધી જાહેર સ્થળોના પ્રવાસને લગતા નિયંત્રણો જાહેર કર્યા છે. સ્થાનિક શિક્ષણ પ્રધાને 15મી માર્ચથી શૈક્ષણિક કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કોરોનાથી બચવા આ બાબતો રાખો ધ્યાનમાં
1.કોરોના વાયરસથી બચવા માટે સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે. બહારથી આવ્યા બાદ સાબુથી હાથ ધોવાનું ન ભૂલવું જોઈએ. ખાંસી દરમિયાન ટિશ્યૂ મોં પર રાખવું ને બાદમાં તેને ડસ્ટબિનમાં ફેકી દેવું. 2.હાથ ધોવા માટે સેનિટાઇઝર કે ઉચ્ચ ગુણવત્તાવાળા સાબુનો ઉપયોગ કરો. 20 સેંકડ સુધી હાથ પર સાબુ કે સેનિટાઇઝર લગાડી રાખવું જોઈએ. જે બાદ સ્વચ્છ કપડાંથી હાથ લૂછવા જોઈએ કે ડ્રાયરથી હાથ સુકવવા જોઈએ. 3. ઘરથી બહાર નીકળતી વખતે N95 માસ્ક પહેરવાનું ન ભૂલો. 4. ઈન્કેક્ટેડ કે અજાણી વ્યક્તિના વધારે સંપર્કમાં આવવાની કોશિશ ન કરો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવ્યા બાદ સાબુથી સારી રીતે ધોઈ નાંખો. 5. બજારમાંથી ખરીદેલા કોઈપણ ખાદ્ય પદાર્થને કાચા ન ખાવ. માંસ કે લીલી શાકભાજી ખાતા પહેલા સારી રીતે ધોઈને પછી જ ઉપયોગમાં લેવા જોઈએ. 6. જો તમે શરદી, ખાંસી, તાવ હોય કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરો. આંખ, નાક કે મોં પર વારંવાર હાથ લગાવવાથી બચો. 7. ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સલાહનું નિયમિત રીતે પાલન કરો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ

AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Farmer: ભાવનગરમાં ખેડૂતોને 'લોલીપોપ', ખેડૂતો ખુલ્લા બજારમાં ઓછા ભાવે મગફળી વેચવા માટે બન્યા મજબૂરHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ખનન માફિયાHun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન મની માફિયાMICA student killing: અમદાવાદમાં MICA વિદ્યાર્થી હત્યા કેસમાં પોલીસે આરોપી સાથે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
Reliance And Disney: રિલાયન્સ અને ડિઝની વચ્ચે મર્જરની પ્રક્રિયા પૂર્ણ, નીતા અંબાણી હશે સંયુક્ત સાહસના ચેરપર્સન
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
Bopal Murder Case Reconstruction: વિદ્યાર્થી હત્યા કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન, આરોપી વિરેન્દ્રસિંહને લઇને પહોંચી હતી પોલીસ
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
AAPએ દિલ્હી મેયરની ચૂંટણી જીતી, મહેશ ખીંચીએ BJPના કિશન લાલને હરાવ્યા
Ahmedabad: હત્યારા પોલીસકર્મીને પંજાબ ભગાડવામાં પોલીસકર્મીએ જ કરી હતી મદદ, બે ગાડી બદલી થયો હતો ફરાર

General Knowledge: આંખના પલકારામાં તબાહી મચાવી શકે છે વિશ્વ આ નેતાઓ, જેમની પાસે છે પરમાણુ શસ્ત્રોનો કંટ્રોલ

Sarfaraz Khan:  ભારતને લાગ્યો મોટો આંચકો! પર્થમાં ટ્રેનિંગ સેશન દરમિયાન ઘાયલ થયો સરફરાઝ ખાન

Shani Margi 2024: ભિખારી બનાવી દેશે આ ગ્રહ, તેને હળવાશથી ન લો,શનિવારે બદલી રહ્યો છે ચાલ

Embed widget