‘પોનીટેલ’માં છોકરીઓને જોઈને ઉત્તેજિત થાય છે છોકરા, આ દેશની સ્કૂલોમાં લગાવાયો વિચિત્ર પ્રતિબંધ
Japan Banned Ponytails: જાપાનમાં આવા વિચિત્ર નિયંત્રણો લાદવા એ નવી વાત નથી, પરંતુ આ પહેલા પણ તમામ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
Japan Banned Ponytails: જાપાનની શાળા છોકરીઓ પર લાદવામાં આવેલા વિચિત્ર પ્રતિબંધ બાદ ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ જાપાનની શાળાઓએ છોકરીઓને પોનીટેલ બનાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, આ પ્રતિબંધ કરતાં વધુ તેનું કારણ જાણીને તમને આશ્ચર્ય થશે. શું તમે કલ્પના કરી શકો છો કે છોકરીઓની પોનીટેલ કરીને પુરુષો ઉત્તેજિત થઈ શકે છે?
હકીકતમાં, આ પ્રતિબંધ પાછળનો તર્ક એવો હતો કે છોકરીઓના ગળાનો પાછળનો ભાગ છોકરાઓને 'સેક્સ્યુઅલી ઉત્તેજિત' કરી શકે છે. તેથી જ હવે ત્યાંની શાળામાં ભણતી છોકરીઓ પોનીટેલ બનાવીને શાળાએ જઈ શકતી નથી.
છોકરીઓ માત્ર સફેદ રંગના અન્ડરવેર પહેરી શકે છે
જાપાનમાં આવા વિચિત્ર નિયંત્રણો લાદવા એ નવી વાત નથી, પરંતુ આ પહેલા પણ તમામ પ્રકારના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના એક રિપોર્ટ અનુસાર, અહીંની ઘણી સ્કૂલોમાં બાળકોના મોજાની સાઈઝથી લઈને અન્ડરવેરના રંગ સુધીના વિચિત્ર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. એક નિયમ મુજબ અહીંની સ્કૂલમાં ભણતી છોકરીઓ માત્ર સફેદ રંગના અન્ડરવેર પહેરીને જ આવી શકે છે. આ સિવાય શાળામાં કોઈપણ છોકરી તેના વાળનો રંગ બદલી શકતી નથી. તેને કાળા વાળ સાથે જ શાળામાં પ્રવેશ મળે છે.
શું પોની ટેલ જાતીય રીતે આકર્ષિત કરે છે
વર્ષ 2020 માં જાપાનના ફુકુઓકા વિસ્તારની ઘણી શાળાઓમાં છોકરીઓની પોની ટેલના નિયમને લઈને એક સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર, પોનીટેલમાં છોકરીઓની દેખાતી ગરદન પુરુષોને ઉત્તેજિત કરે છે. એક તરફ જ્યાં શાળા આવા વિચિત્ર નિયમો લાદી રહી છે તો બીજી તરફ વહીવટીતંત્ર નિયમો જારી કરવા અંગે વિદ્યાર્થીઓને યોગ્ય સ્પષ્ટીકરણ પણ આપતું નથી.
આ પણ વાંચોઃ
Russia Ukraine War: યુક્રેનમાં રશિયાની કાર્યવાહીથી સમગ્ર યૂરોપના લોકતંત્ર પર ખતરોઃ કમલા હેરિસ
યુજીસીનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં ભણાવવા હવે PhD ડિગ્રીની નહીં પડે જરૂર