યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને કર્યુ મોટું એલાન, જાણો વિગતે
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે અને આ લડાઈ દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે. દરમિયાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી છે કે, રશિયા સામે યુક્રેનને હથિયાર આપવામાં આવશે.
યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલુ છે અને આ લડાઈ દિવસેને દિવસે ઉગ્ર બની રહી છે. દરમિયાન હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જાહેરાત કરી છે કે, રશિયા સામે યુક્રેનને હથિયાર આપવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, યુક્રેનને માનવતાવાદી સહાય મોકલવામાં આવશે અને તેના શરણાર્થીઓને અમેરિકામાં સ્થાન પણ આપવામાં આવશે. જો બિડેને ટ્વિટમાં લખ્યું છે કે, "અમે ખાત્રી કરીશું કે યુદ્ધ શરુ કરનાર રશિયન સેના સામે રક્ષણ કરવા માટે યુક્રેન પાસે પુરતાં હથિયારો હોય. અમે યુક્રેનિયન લોકોના જીવ બચાવવા માટે પૈસા, ખોરાક અને સહાય મોકલીશું. અમે યુક્રેનિયન શરણાર્થીઓનું દિલ ખોલીને સ્વાગત કરીશું."
અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું, "યુક્રેનમાં હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોની મદદ માટે અમે સંયુક્ત રાષ્ટ્ર અને માનવતાવાદી સંગઠનો સાથે મળીને કામ કરી રહ્યા છીએ." અમે યુક્રેનના લોકો સાથે સહયોગ યથાવત રાખી રહ્યા છીએ જેથી તેઓ તેમના દેશની રક્ષા કરી શકે. અમેરિકાએ છેલ્લા એક વર્ષમાં યુક્રેનને 1.2 બિલિયન ડોલરથી વધુ સુરક્ષા સહાયનું આપવાનું વચન આપ્યું છે.
યુક્રેન મુદ્દે અમેરિકા ખોટી માહિતી ફેલાવે છેઃ ચીન
ચીને સોમવારે અમેરિકાના એ આરોપને ખોટો ગણાવ્યો હતો કે, રશિયાએ યુક્રેન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાનમાં ચીનની મદદ માંગી છે. આ સાથે ચીને અમેરિકા પર યુક્રેનને લઈને ખોટી માહિતી ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. અમેરિકી અધિકારીઓને ટાંકીને આવેલા રિપોર્ટના એક સવાલના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ચીન શાંતિ મંત્રણાને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, અમેરિકા ચીનને નિશાન બનાવીને યુક્રેન મુદ્દે સતત ખોટી માહિતી ફેલાવી રહ્યું છે. આ દુર્ભાવનાપૂર્ણ છે. આ સાથે જ તેમણે કહ્યું કે, "સ્થિતિ બગાડવાને બદલે આપણે કૂટનીતિક સમાધાનને પ્રોત્સાહન આપવું જોઈએ."