Joe Biden : ઘોર અંધારી રાત...10 કલાક ટ્રેનની મુસાફરી...બાઈડેન ખતરનાક યુક્રેન યાત્રાની ઈનસાઈડ સ્ટોરી
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. જ્યારે પણ બાઈડેન વિદેશ પ્રવાસ માટે નીકળે છે ત્યારે તે હંમેશા એક હરતા ફરતા કિલ્લા જેવા દેખાતા એરફોર્સ વનમાં મુસાફરી કરે છે.
US President Joe Biden Visits Ukraine : યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને 24 ફેબ્રુઆરીએ એક વર્ષ થશે. યુદ્ધને એક વર્ષ પૂર્ણ થવાના ચાર દિવસ પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગયા. બાઈડેનનું આ રીતે યુક્રેન આવવું દુનિયા આખી માટે ચોંકાવનારું હતું. અમેરિકન મીડિયાનો દાવો છે કે કોઈને પણ એવી ગણતરી નહોતી કે રાષ્ટ્રપતિ આ રીતે કિવ પહોંચશે. કિવમાં બાઈડેનનું આગમન ચોક્કસપણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ગુસ્સે કરવા માટેનું પગલું છે. ઘણા લોકો આ પગલાને ખૂબ જ જટિલ અને મુશ્કેલ ઘટનાક્રમ ગણાવી રહ્યા છે.
એરફોર્સ વનને બદલે ટ્રેન શા માટે પસંદ કરવામાં આવી?
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. જ્યારે પણ બાઈડેન વિદેશ પ્રવાસ માટે નીકળે છે ત્યારે તે હંમેશા એક હરતા ફરતા કિલ્લા જેવા દેખાતા એરફોર્સ વનમાં મુસાફરી કરે છે. પરંતુ આ વખતે તે 10 કલાકની મુસાફરી કરીને કિવ પહોંચ્યો અને તે પણ ટ્રેનમાં. એક જાણીતા અંગ્રેજી સમાચારપત્રના રિપોર્ટ અનુસાર, બાઈડેન પહેલા ટ્રાન્સ-એટલાન્ટિક ફ્લાઈટ દ્વારા પોલેન્ડ પહોંચ્યા અને ત્યાર બાદ ત્યાંથી તેઓ ટ્રેન દ્વારા બોર્ડર ઓળંગીને યુક્રેન પહોંચ્યા. ઘણા નિષ્ણાતો બાઈડેનની આ ગુપ્ત મુલાકાતને યુદ્ધ દરમિયાન શરૂ થયેલી એક મહાન પરંપરા ગણાવી રહ્યા છે.
પત્રકારોને ફોન કરીને બોલાવ્યા
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, બાઈડેન કોઈ પણ સૂચના વિના રવિવારની મોડી રાતે અંધારામાં વોશિંગ્ટનથી નીકળી ગયા હતાં. માત્ર ગણતરીના અમેરિકન પત્રકારોને જ આ પ્રવાસને ગુપ્ત રાખવાના વચન સાથે બાઈડેનની ઓચિંતી મુલાકાત વિશે માહિતી આપવામાં આવી હતી. બાઈડેન સાથે પોલેન્ડના પ્રવાસે ગયેલા પત્રકારોના ફોન જમા કરવામાં આવ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુવિલિયન, તેમના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ જેન ઓ'મેલી ડિલન અને ઓવલ ઓફિસ ઓપરેશન્સના ડાયરેક્ટર એની ટોમાસિની હતા.
બાઈડેનનો 'અત્યંત ખતરનાક' પ્રવાસ
બાઈડેનની ટૂર જોનાર કોઈપણને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા, જ્યોર્જ બુશ અને ડોનાલ્ડ ટ્રમ્પની યાદ અપાવી હતી. આ તમામ નેતાઓ ઈરાન અને અફઘાનિસ્તાનના પ્રવાસે કોઈ જ જાણ કર્યા વગર રવાના થઈ ગયા હતા. પરંતુ બાઈડેનની યુક્રેનની મુલાકાત તદ્દન અલગ હતી. બાઈડેનની આ મુલાકાત ભારે સંકટમાં વચ્ચે પુરી થઈ છે. તે પણ એવા દેશની રાજધાનીમાં જ્યાં રશિયન મિસાઇલો ગમે ત્યારે હુમલો કરી શકે છે. યુક્રેનિયન એરસ્પેસ પર અમેરિકન સૈન્યનું નિયંત્રણ તો નથી જ પણ યુક્રેનનું પણ તેના પર સંપૂર્ણ નિયંત્રણ નથી. આ સ્થિતિમાં બંને દેશો આ પ્રવાસને સુરક્ષિત રીતે પુરો કરવાની પણ ખાતરી આપે તેવી સ્થિતિમાં નહોતા. જેથી બાઈડનનો આ પ્રવાસ અત્યંત જોખમી માનવામાં આવે છે.