યૂક્રેન યુદ્ધમાં ડૉક્યૂમેન્ટ્રી માટે રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારનુ મોત, પહેલા લાપતા થયો હવે કીવમાંથી મળી લાશ, જાણો
મેક્સ લેવિન રૉયટર્સ, બીબીસી અને એપી સહિત કેટલાય યૂક્રેની અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે કામ કર્યુ છે. મેક્સ લેવિન 40 વર્ષનો હતો
![યૂક્રેન યુદ્ધમાં ડૉક્યૂમેન્ટ્રી માટે રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારનુ મોત, પહેલા લાપતા થયો હવે કીવમાંથી મળી લાશ, જાણો journalist killed in war, ukrainian photographer maks levin found dead near kyiv યૂક્રેન યુદ્ધમાં ડૉક્યૂમેન્ટ્રી માટે રિપોર્ટિંગ કરવા ગયેલા પત્રકારનુ મોત, પહેલા લાપતા થયો હવે કીવમાંથી મળી લાશ, જાણો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/03/abea8612ffbf615f4da8c9806b7671fa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ukraine Russia War: યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ સતત લાંબુ ચાલતુ જાય છે. એકબાજુ રશિયાના સૈનિકો યૂક્રેનના શહેરોને તબાહ કરી રહ્યાં છે, તો બીજીબાજુ યૂક્રેન યુદ્ધમાં હાર માનવા તૈયાર નથી. આ બધાની વચ્ચે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. યૂક્રેનના ફોટોગ્રાફર અને ડૉક્યૂમેન્ટ્રી મેકર મેક્સ લેવિન રાજધાની કીવની પાસે મૃત હાલમાં મળી આવ્યો છે. મેક્સ લેવિન 13 માર્ચે તે સમયે લાપતા થઇ ગયો હતો, જ્યારે તે કીવ ઓબ્લાસ્ટના વેશગોરોડ જિલ્લામાં યુદ્ધની ડૉક્યૂમેન્ટ્રી કરવા ગયો હતો.
મેક્સ લેવિન રૉયટર્સ, બીબીસી અને એપી સહિત કેટલાય યૂક્રેની અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે કામ કર્યુ છે. મેક્સ લેવિન 40 વર્ષનો હતો, તેના પરિવારમાં તેની પત્ની અને ચાર બાળકો છે. રિપોર્ટ અનુસાર, મેક્સ લેવિન 5મો પત્રકાર છે જે યુદ્ધમાં માર્યો ગયો છે.
વળી, યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ શનિવારે સવારે પોતાના દેશના લોકોને ચેતવ્યા કે રાજધાનીથી પાછળ હટી રહેલા રશિયન સૈનિકોએ એક મોટી આપદા ઉભી કરી દીધી છે. કેમ કે તે આખા વિસ્તારમાં બારુદી સુરંગ છોડી ગયા છે, એટલે સુધી કે ઘરો અને લાશોની આસપાસ પણ તે બારુદી સુરંગ છોડી ગયા છે.
ઝેલેન્સ્કીએ એ ચેતાવણી એવા સમયે જાહેર કરી છે, જ્યારે રશિયન સેના દ્વારા નિકાસી સેવામાં અડચણ ઉભી કરવામાં આવી છે. બંદરગાહ શહેર મારિયુપોલમાં માનવીય સંકટ ઘેરાઇ ગયુ છે અને ક્રેમલિને યૂક્રેન પર રશિયન ધરતી પર સ્થિત એક ઇંધણ ડેપો પર હેલિકૉપ્ટર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો.........
Home Loan લેવા પર ટેક્સમાં થાય છે મોટી બચત, જાણો ટેક્સ ડિડક્શના તમામ નિયમ
ગ્રીન વેજિટેબલ્સની સાથે આ ફૂડ ખાઇને સરળતાથી ઉતારો વજન, જાણો
Black foods : કાળા રંગના આ ફૂડને ડાયટમાં કરો સામેલ, હંમેશા હેલ્ધી રહેશો
Summer 2022 : ગરમીએ તોડ્યો 122 વર્ષનો રેકોર્ડ, જાણો ક્યાં નોંધાયું સૌથી વધુ તાપમાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)