શોધખોળ કરો
Advertisement
સાઉથ કોરિયાના સિક્યુરિટી એડવાઈઝરે કર્યો મોટો ખુલાસો, કહ્યું- નોર્થ કોરિયાનો તાનાશાહ કિમ જોંગ જીવિત અને સ્વસ્થ છે
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સંસ્થાપક અને તેના દાદા કિમ ઈલ સુંગની 108મી જયંતી પર 15 એપ્રિલે આયોજિત સમારોહમાં સામેલ થયો નહોતો.
સિયોલઃ નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની તબિયતને લઈ છેલ્લા થોડા દિવસોથી ચાલી રહેલી અટકળો વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે કિમ જોંગ ઉન જીવતો અને સ્વસ્થ છે. ભારતમાં આજે સવારે ટ્વિટર પર કિમ જોંગ ઉન ટોપ 10 ટ્રેન્ડમાં હતો.
સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનના સિક્યુરિટી સલાહકાર મૂન ચુંગ ઈને CNNને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, કિમ જોંગ ઉન જીવિત અને સ્વસ્થ છે. તે 13 એપ્રિલથી વૉનસનમાં છે. આ પહેલા રવિવારે અટકળો વચ્ચે સેટેલાઇટથી લેવામાં આવેલી તસવીર સામે આવી હતી.
આ તસવીરમાં કિમ જોંગ ઉનની ટ્રેન એક સપ્તાહથી દેશના પૂર્વ કાંઠે તેના પરિસરમાં ઉભેલી જેવા મળી હતી. આશરે 250 મીટર લાંબી ટ્રેન આંશિક રીતે સ્ટેશનની છતથી ઢંકાયેલી હતી. આ ટ્રેનનો ઉપયોગ કિમ જોંગ ઉન અને તેનો પરિવાર કરે છે.
કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સંસ્થાપક અને તેના દાદા કિમ ઈલ સુંગની 108મી જયંતી પર 15 એપ્રિલે આયોજિત સમારોહમાં સામેલ થયો નહોતો. જે બાદ તેના સ્વાસ્થ્યને લઈ અનેક પ્રકારની અટકળો થતી હતી. એટલું જ નહીં 11 એપ્રિલ બાદ તે કોઈ જાહેર કાર્યક્રમમાં પણ દેખાયો નહોતો.
નોર્થ કોરિયાના મીડિયાએ પણ છેલ્લા બે સપ્તાહથી કિમ જોંગ ઉનની ગતિવિધિનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
શિક્ષણ
દેશ
Advertisement