જાણો કોણ એ ચાર દેશ, જેમને UNની મહાસાભામાં રશિયાના પક્ષમાં કર્યુ વૉટિંગ..........
193 સભ્યો વાળી UN General Assemblyમાં રશિયા હુમલાની નિંદા થઇ અને સેનાને પાછી બોલાવવાની વાત કહી.
Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચેનુ યુદ્ધ વધુ તેજ થઇ ગયુ છે. રશિયા એકપછી એક નવા હથિયારોનો ઉપયોગ યૂક્રેનની સેના પર કરી રહ્યું છે. સમગ્ર દુનિયામાં રશિયાની નિંદા થઇ રહી છે. સંયુક્ત રાષ્ટ્રે બે વાર રશિયાને લઇને નિંદા પ્રસ્તાવ પાસ કરવાનો કોશીશ કરી, પરંતુ રશિયાએ વીટો વાપરીને તેને રદ્દ કરી દીધુ. જોકે હવે દુનિયાના દેશોએ ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બલીમાં ભેગ થઇને આ પ્રસ્તાવને પાસ કરાવી દીધો છે.
193 સભ્યો વાળી UN General Assemblyમાં રશિયા હુમલાની નિંદા થઇ અને સેનાને પાછી બોલાવવાની વાત કહી. આ મામલા પર વૉટિંગ થયુ, જેમાં ભારતે ભાગ ના લીધો. Aggression against Ukraine નામનુ જે પ્રસ્તાવ હતો તેના પર 94 યૂએન સભ્યોએ વાત કરી. આમાંથી 141 સભ્યોએ સેના વાપસીમાં સમર્થન કર્યુ હતુ. વળી, 34એ વૉટ જ ન કર્યો. આ ઉપરાંત પાંચ દેશોએ તેમની વિરુદ્ધ મતદાન કર્યુ એટલે કે રશિયાને સમર્થન આપ્યુ. જાણો તે ચાર દેશો કોણ છે.......
કયા કયા દેશોએ રશિયાનુ સમર્થન કર્યુ-
સંયુક્ત રાષ્ટ્ર જનરલ એસેમ્બ્લીમાં રશિયા ઉપરાંત બેલારુસ, ઇરીટ્રિયા, ઉત્તર કોરિયા અને સીરિયાએ આ પ્રસ્તાવના વિરોધમાં વૉટ નાંખ્યા હતા. આના પર રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું કે આ દેશો રશિયાના મિત્ર રાષ્ટ્રો છે.
ભારતે શું કહ્યું-
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ભારતે ફરી એકવાર પોતાનુ સ્ટેન્ડ ક્લિયર કર્યુ હતુ. ભારત તરફથી પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે અમારી પ્રાથમિકતા યૂક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસીની છે. સંયુક્ત રાષ્ટ્રમા ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ કહ્યું કે, ભારત યુદ્ધ વિરામનુ સમર્થન કરે છે, સાથે સાથે ભારતે યૂક્રેનના પાડોશી દેશોનો પણ આભાર માન્યો જેને ભારતીયોને સહીસલામત બહાર કાઢવા માટે પોતાની બોર્ડર ખુલ્લી રાખી હતી.
આ પણ વાંચો.......
Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત
Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન
Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન
ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા
CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે