શોધખોળ કરો
Advertisement
ક્યા મુસ્લિમ રાષ્ટ્રમાં બળાત્કારીને કેમિકલ આપીને નપુંસક બનાવી દેવાશે ? બળાત્કારના કેસમાં બીજી કઈ આકરી જોગવાઈ કરાઈ ?
રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ વટહુમક અંતર્ગત સમગ્ર દેશમાં બળાત્કારના મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે.
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં બળાત્કાર વિરોધી વટહુકમને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ મંગળવારે મંજૂરી આપી દીધી છે. આ વટહુકમમાં સીરિયલ રેપર એચલે કે વારંવાર જાતિય અપરાધ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પ્રમાણે કેમિકલની મદદથી નપુંસક બનાવી દેવાની જોગવાઈ પણ છે.
રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીએ એન્ટી રેપ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી આપી દીધી છે. આ વટહુમક અંતર્ગત સમગ્ર દેશમાં બળાત્કારના મામલાઓની સુનાવણી અને તપાસ માટે સિસ્ટમ બનાવવામાં આવશે. કોર્ટને બળાત્કારના કેસમાં ઝડપતી ટ્રાયલ ચલાવવાની સત્તા અપાઈ છે. બળાત્કારીને નપુંસક બનાવવાની જોગવાઈ પણ છે.
પ્રેસિડન્ટ હાઉસ દ્વારા જાહેર સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓર્ડિનન્સ મુજબ સમગ્ર દેશમાં સ્પેશિયલ કોર્ટ બનાવવામાં આવશે, કે જેથી બળાત્કારના કેસમાં ઝડપથી સુનાવણી થઈ શકે. આ કોર્ટે ચાર મહિનામાં સુનાવણી પૂરી કરવી પડશે. આ વટહૂકમ અંતર્ગત એન્ટી રેપ ક્રાઈસિસ સેલની રચના કરવામાં આવશે. તે ઘટનાના છ કલાકમાં પીડિતાની મેડિકલ તપાસ કરવા જવાબદાર હશે.
નેશનલ ડેટાબેઝ એન્ડ રજિસ્ટ્રેશન ઓથોરિટી (NADRA) મારફતે સેક્સ્યુઅલ ક્રાઈમની દેશભરમાં યાદી તૈયાર કરવામાં આવશે. વટહૂકમ અંતર્ગત બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરી શકાશે નહીં. તેનું ઉલ્લંઘન કરનાર સામે દંડાત્મક ગુનો જાહેર કરવામાં આવશે. કેસની તપાસમાં બેદરકારી દાખવનાર પોલીસ અને સરકારી અધિકારીઓને દંડ સાથે ત્રણ વર્ષની જેલની સજા થશે ખોટી જાણકારી આપનાર પોલીસ તથા સરકારી અધિકારીઓને પણ સજા કરવાની જોગવાઈ છે. સતત સેક્સ્યુઅલ ક્રાઈમ કરનારને નોટીફાઈડ બોર્ડની સલાહ પર કેમિકલની મદદથી નપુંસક બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી એક ફંડ ઉભુ કરશે, જેનો ઉપયોગ સ્પેશિયલ કોર્ટ બનાવવા માટે કરાશે. આ કામમાં બિનસરકારી સંગઠનો, સામાન્ય લોકો સાથે સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પાસેથી મદદ લેવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement