Coronavirus Origin: વુહાન લેબ પર મોટો પુરાવો, પાંજરામાં કેદ રાખવામાં આવે છે જીવતા ચામાચિડીયા
કોરોના વાયરસે (Coronavirus) આખી દુનિયામાં તબાહી મચાવી છે. આ મહામારીએ લાખો લોકોનો જીવ લીધો છે. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસે (Coronavirus) આખી દુનિયામાં તબાહી મચાવી છે. આ મહામારીએ લાખો લોકોનો જીવ લીધો છે. કરોડો લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને ભારે નુકસાન પહોંચ્યું છે. આ માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. હવે ચીનની વુહાન લેબનો એક વીડિયો (Wuhan Lab Leaked Video) સામે આવ્યો છે જેને જોઇને તમામ લોકો ચોંકી ઉઠ્યા છે. આ વીડિયોમાં જોઇ શકાય છે કે કેવી રીતે ચીન જીવતા ચામાચીડિયાને કેદ કરીને રાખે છે. મોટાભાગના દેશો અને નિષ્ણાંતોનું માનવું છે કે આ વાયરસ ચીનની વુહાન લેબમાં બનાવાયો હતો અને ત્યાંથી જ આખી દુનિયામાં ફેલાયો હતો.
આ સંબંધમાં દરરોજ અનેક નવા પુરાવાઓ સામે આવી રહ્યા છે જેમાં આ દાવાઓને બળ મળી રહ્યું છે. આ વીડિયોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation)ની તપાસ પર પણ સવાલ ઉભા કરી દીધા છે. જેને લઇને તેણે કહ્યું હતું કે, એમ કહેવું મુશ્કેલ છે કે વાયરસ આ લેબમાંથી નીકળ્યો છે. આ સંબંધમાં ડબલ્યૂએચઓની ટીમ વુહાન પણ ગઇ હતી પરંતુ ચીનના અધિકારીઓ સતત ટીમ પર નજર રાખી રહ્યા હતા. ટીમને જરૂરી ડેટા પણ આપવામાં આવ્યો નહોતો. હવે જે વીડિયો સામે આવ્યો છે તે વર્ષ 2017નો હોવાનું કહેવાય છે. એટલે કે કોરોના વાયરસ મહામારીની શરૂઆત અગાઉનો છે.
જાણકારોના મતે ચાઇના એકેડમી ઓફ સાયન્સના આ સતાવાર વીડિયો જાહેર કરતા અગાઉ વુહાન લેબમાં બાયોસેફ્ટી લેવલ 4ના રીતે સૂરક્ષા શરૂ કરવામાં આવી હતી. વીડિયોમાં વૈજ્ઞાનિકો ચામાચીડિયાને કીડા ખવડાવતા જોઇ શકાય છે. જેમાં વૈજ્ઞાનિકોના ઇન્ટરવ્યૂ પણ છે અને આ લેબના નિર્માણને કેન્દ્રિત કરતા બનાવાયો છે. આ અગાઉ ડબલ્યૂએચઓના રિપોર્ટમાં એવો કોઇ ઉલ્લેખ નહોતો કે લેબમાં ચામાચીડિયા રાખવામાં આવે છે. તેમાં ફક્ત પશુઓ રાખવાનો ઉલ્લેખ હતો.
ડબલ્યૂએચઓના નિષ્ણાત પીટર દસ્ઝાકે વુહાન લેબમાં ચામાચીડિયા રાખવાની વાતે કાવતરુ ગણાવી દીધું હતું. આ વીડિયોની શોધ DRASTIC નામની ટીમે કરી હતી જે પોતાને શોધ કરનાર બતાવે છે. આ લોકો કોરોના વાયરસની ઉત્પતિની શોધ લગાવવાનું કામ કરી રહયા છે. તાજેતરમાં જ અમેરિકાની અનેક જાસૂસી રિપોર્ટમાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે મહામારીની શરૂઆત અગાઉથી આ લેબમાં ત્રણ લોકો કોવિડ જેવા લક્ષણો સાથે બીમાર પડ્યા હતા. એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીને બાયો હથિયાર તરીકે કોરોના વાયરસ બનાવ્યો છે.